Get The App

સુરતમાં નાનપુરા પખાલીવાડમાં મોબાઇલ અને પૈસાની લેતીદેતીમાં યુવાનની હત્યા

Updated: Oct 2nd, 2023

GS TEAM


Google News
Google News
સુરતમાં નાનપુરા પખાલીવાડમાં મોબાઇલ અને પૈસાની લેતીદેતીમાં યુવાનની હત્યા 1 - image

image : Freepik

- મૃતકની મિત્રનો પરિચીત સાથે ઝઘડો થયો હતો : સમાધાનના બહાને બોલાવી ચપ્પુના ઘા ઝીંક્યા 

સુરત,તા.2 ઓક્ટોબર 2023,સોમવાર

સુરત શહેરના ખ્વાજાદાના દરગાહ નજીક પખાલીવાડમાં ગતમ મધરાતે મોબાઇલ અને પૈસાની લેતીદેતીના વિવાદમાં થયેલા ઝઘડાની અદાવતમાં યુવાનનો ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખવામાં આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. 

સગરામપુરા તલાવડી નજીક મૌલવી સ્ટ્રીટમાં રહેતો રજાઉસેન ગુલામ અંસારી (ઉ.વ. 19) ના મિત્રને પરિચીત યુવાન પાસેથી મોબાઇલ અને પૈસાની લેતીદેતીના વિવાદમાં ગત રાતે ઝઘડો થયો હતો. આ ઝઘડાના સમાધાનના બહાને મધરાતે રજાઉસેનને ખ્વાજાદાના દરગાહ નજીક પખાલીવાડ પાસે બોલાવ્યો હતો. જયાં રજાઉસેનના મિત્ર સાથે ઝઘડો કરનારના ત્રણથી ચાર ચપ્પુ વડે હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝીંકી ભાગી ગયા હતા. જેમાં રજાઉસેનનું મોત થતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ડેકોરેશનનું કામ કરતો રજાઉસેન પરિવારનો એક માત્ર કમાતો પુત્ર હતો. જેથી પરિવાર શોકમગ્ન થઇ ગયું છે. પોલીસે હત્યાર બે ની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

Tags :