Get The App

સુરત: મોબાઈલમાં ગળાડુબ રહેતાં યંગસ્ટર્સ વળી રહ્યાં છે દેશી રમત તરફ

- કોરોનાએ કરી દેશી રમતની રી એન્ટ્રી

- કોડી-કુકી સાથે અમદાવાદ, સાપસીડી, નવો વેપાર, ચાર ચીઠ્ઠી સહિતની ભુલાઈ ગયેલી રમત હવે સુરતના યંગસ્ટર્સ રમી રહ્યાં છે

Updated: Mar 30th, 2020

GS TEAM


Google News
Google News
સુરત: મોબાઈલમાં ગળાડુબ રહેતાં યંગસ્ટર્સ વળી રહ્યાં છે દેશી રમત તરફ 1 - image

સુરત, તા. 28 માર્ચ 2020 શનિવાર

કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાઈ રહ્યો છેત્યારે લોક ડાઉમાં રહેલા યંગસ્ટર્સ લુપ્ત થઈ ગયેલી દેશી રમત તરફ વળી રહ્યા છે. લોક ડાઉના કારણે લોકો બહાર નિકળી નથી શકતાં ન હોવાથી મોબાઈલ- ટીવીથી કંટાળેલા યંગસ્ટર્સ ભાગ્યે જ જોવા મળતી રમત રમી રહ્યાં છે. બાળકોને પોતાના સમયની દેશી રમત રમતા જોઈને વાલીઓમાં પણ સુખદ આશ્ચર્ય થઈ રહ્યું છે.

કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર ભારતની સ્થિતિ નાજુક હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારત દેશમાં 21 દિવસનો લોક ડાઉન જાહેર કર્યુ છે. શરૂઆતના એકાદ બે દિવસ તેના પાલનમાં થોડી ઢીલાસ હતી પરંતુ હવે ચુસ્ત પાલન થતું હોવાથી બાળકો અને યંગસ્ટર્સ ઘરની બહાર નિકળતાં નથી. મોબાઈલ અને ટીવીથી હવે કંટાળી ગયાં હોવાથી દેશી રમતને અપનાવી રહ્યાં છે.

સુરત: મોબાઈલમાં ગળાડુબ રહેતાં યંગસ્ટર્સ વળી રહ્યાં છે દેશી રમત તરફ 2 - imageસુરતના અનેક વિસ્તારમાં યંગસ્ટર્સ ટીવી અને મોબાઈલમાં જ સતત વ્યસ્ત જોવા મળતાં હતા. વધુ સમય મોબાઈલમાં રહેતા હોવાથી હવે તેઓ આનંદ મેળવવા માટે વર્ષો પહેલાનું સૌથી સારૂ મનોરંજન આપતી એવી કોડી- કુકી  સાથે રમતી રમત અમદાવાદની રમત રમી રહ્યાં છે. આ ઉપરાંત પહેલા રમાતી નવા વેપાર, શુન્ય-ચોકડી, અને પત્તા, મીડીં કોટ, મીંડી છોડ,  જેવી રતમ રમી રહ્યા છે. 

આ ઉપરાંત તદ્દન ભુલાઈ ગયેલી ચાર ચીઠ્ઠી જેમાં રાજા, વજીર, ચોર- પોલીસ જેવી રમત પણ રમતાં થયાં છે. જોકે, આ રમત રમતાં તેઓ થોડા દુર બેસીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો પણ પ્રયાસ કરી રહ્યાં છે. યંગસ્ટર્સ કહે છે, સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતાં હોવાથી હવે મોબાઈલથી તેઓ કંટાળી ગયાં છે. આ ઉપરાંત ધીમું નેટ અને આંખ પણ દુખી રહી છે તેથી અમારા મમ્પી પપ્પના વખતમાં રમાતી રમત રમી રહ્યા છે. 

સુરત: મોબાઈલમાં ગળાડુબ રહેતાં યંગસ્ટર્સ વળી રહ્યાં છે દેશી રમત તરફ 3 - imageઆટલુ નહીં પરંતુ મોબાઈલની ગેમ કરતાં પણ આ ગેમમાં વધુ મઝા આવી રહી છે. વડા પ્રધાને જાહેર કરેલા લોક ડાઉનનો સમય પસાર કરવામાં હજી તો 18 દિવસનો સમય બાકી છે તેથી આ દિવસોમા હજી પણ ભુલાયેલી દેશી રમતો યંગસ્ટર્સ રમતાં થઈ જશે તે નક્કી છે. 

સાંજના સમયે પતંગ પણ ચગાવાય છે

સુરતની ઉતરાયણ આખા ગુજરાતમાં ફેમસ છે. આમ તો સુરતીઓ દિવાળી બાદ સુરતમાં પતંગ આકાશમાં ઉડતાં જોવા મળે છે પરંતુ કોરોનાના કારણે હાલમાં સુરતીઓ માર્ચ મહિનામાં જ પતંગ ચગાવતા જોવા મળી રહ્યાં છે.  

આગામી 14 એપ્રિલ સુધી લોક ડાઉન હોવાથી લોકો ટીવી, મોબાઈલ સાથે સાથે દેશી રમત રમી રહ્યાં છે તેમ છે. સુરતીઓ કહે છે, સમય ક્યાં પસાર કરવો તે સમજ નથી પડતી આખો દિવસ ફિલ્મ જોઈને કે મોબાઈલ કે દેશી રમત રમીને થાકી જવાય છે. આ વખતે ઉતરાયણ બાદ પતંગ અને દોરી બચેલી હતી તે નજરમાં આવી તેથી પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે.

Tags :