Get The App

વિશ્વ પ્રવાસન દિવસ : સુરત અને તાપી જિલ્લાના ઇકો ટુરિઝમ થકી જંગલ ખાતાને લાખોની આવક

Updated: Sep 27th, 2023

GS TEAM

Google News
Google News
વિશ્વ પ્રવાસન દિવસ : સુરત અને તાપી જિલ્લાના ઇકો ટુરિઝમ થકી જંગલ ખાતાને લાખોની આવક 1 - image


- આવકની સાથે આદિવાસીઓને રોજગારી પણ પૂરી પાડે છે

સુરત,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

27મી સપ્ટેમ્બરને વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સુરત અને તાપી જિલ્લામાં આવેલા ઇકો ટુરીઝમ થકી જંગલ ખાતું લાખોની કમાણી તો કરે જ છે, પરંતુ સાથે સાથે આ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.ટુરિઝમ ને પ્રોત્સાહન આપવામાં માટે નવા પ્રોજેક્ટ પણ હાલ શરૂ કરવામાં આવ્યા છે.

સુરત અને તાપી જિલ્લામાં અલગ અલગ ટુરિઝમના સ્થળો આવેલા છે. વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં કેવડી, દેવઘાટ અને બાનવા ડુંગર એમ 3 ઇકો ટુરિઝમ સાઈટ્સ આવેલી છે. આની વાત કરવામાં આવે તો તેઓની મહિનાની આવક 3 લાખથી ઉપર છે સાથે જ અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવી એક્ટિવિટીઝ પણ કરવામાં આવે છે આ અંગે સુરત જિલ્લાના ડીસીએફ આનંદ કુમારે કહ્યું કે હાલ અમે 60 થી વધુ આદિવાસી લોકોને રોજગારી આપી રહ્યા છે, સાથે જ અહીં આવતા પ્રવાસીઓને સારા સાત્વિક ભોજનની સુવિધા મળી રહે તે માટે નાહરી ભોજનાલય પણ ચલાવીએ છીએ. દર વર્ષે અમે ટ્રેકિંગ કરતા હોઈએ છીએ પરંતુ હવે અમે અહીં રેગ્યુલર ટ્રેકિંગની શરૂઆત પણ કરી છે એટલે કે જે પ્રવાસીઓ અહીં એક ઓ ટુરીઝમની મુલાકાતે આવતા હોય છે. તેઓને એક નાનું ટ્રેકિંગ કરવું હોય તો તે લોકોને અહીં કરાવવામાં આવે છે સાથે જ દર પંદર દિવસે સાયકલ રાઈડની પણ અહીં સુવિધા કરવામાં આવી છે જ્યારે ઓક્ટોબરના પ્રથમ વિકમાં દીપડા અંગે ની અવેરનેસ માટે એક સેમિનાર નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બીજી તરફ તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં ટુરીઝમ માટેની ઘણી બધી જગ્યાઓ આવી છે જેમાં પદમડુંગરી આંબા પાણી, ગોમુખ અને અન્ય નાના મોટા ધોધનો સમાવેશ થાય છે. જેની આવક વાર્ષિક 15 લાખથી વધુ થાય છે. તાપી જિલ્લાના ડીસીએફ પુનિત નયરે કહ્યું કે તાપી જિલ્લામાં આવેલા અલગ અલગ ટુરીઝમમાં અમે લોકો નેચર સાથે જોડાઈ અને નેચર માટે કંઈક કરે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે ખાસ કરીને પદમ ડુંગળીની વાત કરવામાં આવે તો અમે ત્યાં હાલ નેચર એજ્યુકેશનની શરૂઆત કરી છે, જ્યાં સ્કૂલ અને કોલેજના બાળકો માટે કેમ્પ રાખવામાં આવે છે અને તેઓને નેચર અને બાયોડાયવર્સિતી અંગે નોલેજ આપવામાં આવે છે. આ સાથે જ વૈદિક રેસ્ટોરન્ટની પણ ત્યાં શરૂઆત કરવામાં આવી છે. ટુરિઝમ અને આજીવિકા બંનેને સાથે જોડીને એક નવો પ્રયત્ન શરૂ કર્યો છે, જેમાં અહીંની આદિવાસી મહિલાઓ પાણી ,સાબુ અને અલગ અલગ આયુર્વેદિક વસ્તુઓ બનાવીને અહીં વેચાણ કરે છે,  આગામી દિવસોમાં અમે ફૂલોમાંથી પણ અલગ અલગ વસ્તુઓ બનાવીને વેચાણ કરીશું, આ સાથે જ અહીંના જે પણ ખેડૂતો છે તેમને મિલેટ્સ તરફ વાળવાનો પ્રયત્ન પણ અમે કર્યો છે અને ખેડૂતો જે મીલેટનું ઉત્પાદન કરશે તે મીલેટ્સને પણ અહીં વેચાણ માટે મૂકવામાં આવશે.

Tags :