પતિને ટીફીન આપીને સમય પર ઘર નહીં આવવાના મુદ્દે ઠપકો આપતા મહિલાનો આપઘાત
સુરત, તા. 2 ઓગસ્ટ 2020, રવિવાર
અડાજણમાં ગઈકાલે બપોરે ઘરનો દરવાજો બંધ કરી પરિણીતા એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું જો કે પત્ની પતિને ટીફીન આપવા ગયા બાદ ઘરે સમય પર નહીં આવતા ઘરના લોકોએ આ બાબતે તેને કેહતા એને માથૂં લાગી આવતા આ પગલુ ભર્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી વિગતો અનુસાર અડાજણમા બી.એસ.એન.એલ ગલી પાસે કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતી 20 વર્ષીય ખુશ્બૂ સુમિતભાઈ પલસાણાવાળા ગત તા.29મી સાંજના સમયે ડભોલી ખાતે પતિને ટીફીન આપવામાટે ગઈ હતી. જોકે ટીફીન આપીને પરત સમય પર ઘરે ન હતા જેથી ઘરના લોકોએ આ બાબતે તેને કેહવા જતા માથું લાગ્યા આવ્યું હતું.
દરમિયાન ગઈકાલે બપોરે ખુશ્બૂએ બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી જ્યારે ખુશ્બુના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા તેમના પતિ ટોરેન્ટ પાવર કંપનીમાં નોકરી કરે છે આ અંગે અડાણજ પોલીસે તપાસ હાથ ધરી છે.