For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોંગ્રેસના કયા નેતાએ રાહુલ ગાંધીને માફી માગવા માટે સલાહ આપી? ટોક ઓફ ધ ટાઉન સવાલ

Updated: Mar 27th, 2023

Article Content Image

સુરતની કોર્ટના ચુકાદા બાદ દેશભરમાં કોંગ્રેસ જોગી ગઈ છે અને ધારણા થઈ રહ્યા છે ત્યારે 

સુરત કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈનો વિડીયો વાયરલ થયો, રાહુલ ગાંધી આ મુદ્દે તટસ્થ રહ્યા હતા અને માફી માંગવાનો સીધો ઈન્કાર કરી દીધો હતો

સુરત, તા. 27 માર્ચ 2023 સોમવાર

કર્ણાટક ચૂંટણી વખતે રાહુલ ગાંધીનું નિદાનના કારણે સુરત ભાજપના ધારાસભ્યએ કોર્ટમાં કેસ નોંધાવ્યા બાદ થોડા દિવસ પહેલા આવેલા ચુકાદા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લેવાયું હતું. ત્યાર બાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ નો વાયરલ થયેલા વિડિયો સુરતમાં ટોક ઓફ ધ ટાઉન  બન્યો છે. આ વીડિયોમાં શહેર પ્રમુખ એવું કહે છે કે, કોંગ્રેસના કેટલાક  નેતાઓએ રાહુલ ગાંધીને માફી માગવા માટે સલાહ આપી હતી. જોકે, રાહુલ ગાંધી આ મુદ્દે તટસ્થ રહ્યા હતા અને માફી માંગવાનો સીધો ઈનકાર કરી દીધો હતો.

બદનક્ષી કેસમાં સુરતના કોર્ટે  કોંગ્રેસના દિગજ્જ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા જાહેર કરી છે અને ત્યાર બાદ તેમનું સાસંદનું પદ પણ છીનવાઈ ગયું છે. જોકે, આ મુદ્દા બાદ કોંગ્રેસ જાગી ગઈ છે અને દેશભરમાં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે અને તેને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. જો રાહુલ ગાંધીએ માફી માગી લીધી હોત તો સીધો ફાયદો ભાજપને થાત અને કોંગ્રેસ સામે પસ્તાળ પડી હોત. આવા સંજોગોમાં રાહુલ ગાંધીને માફી માગી લેવા માટે કોગ્રેસના ક્યા નેતાએ સલાહ આપી હતી તે શબ્દ સુરત અને ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Gujarat