mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સુરત: શનિ અને રવિવારે વરાછાના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો નહીં મળે

- ટાંકી સફાઈ તથા ટેકનિકલ કામગીરીને પગલે પાણી પુરવઠો અવરોધાશે

Updated: Nov 17th, 2021

સુરત: શનિ અને રવિવારે વરાછાના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો નહીં મળે 1 - image


સુરત, તા. 17 નવેમ્બર 2021 બુધવાર

સુરત મહાનગર પાલિકાના હાઇડ્રોલિક વિભાગની કામગીરીને પગલે આગામી શનિવાર અને રવિવારે વરાછાના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો મળી શકશે નહીં. આ દિવસો દરમિયાન પાણી કાપ હોવાથી લોકોને કરકસરપૂર્વક પાણીનો વપરાશ કરવા અને જરૂર પૂરતો જથ્થો સંગ્રહ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના નવા વરાછા ઝોનમાં સીમાડા વોટર પાર્ક ખાતે નવી બનાવવામાં આવેલી અન્ડરગ્રાઉન્ડ ટાંકી સાથેના જોડાણ કરવાની કામગીરી તથા વાલવ રીપેર કરવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ કામગીરીને પગલે શનિવારે 26 નવેમ્બરના રોજ સમગ્ર નવા વરાછા ઝોન વિસ્તાર એટલે કે પુણા, મગોબ, સીમાડા, સરથાણા અને વાલક વિસ્તારમાં આપવામાં આવતો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. 

આ ઉપરાંત રવિવાર 21 નવેમ્બરના રોજ નવા વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટસમાવિષ્ટ મગોબ સીમાડા સરથાણા અને વાલક વિસ્તારમાં પાણી પુરવઠો અંશતઃ અવરોધાશે અથવા ઓછા પ્રેશરથી પાણી મળવાની શક્યતા રહેલી છે ત્યારે કેટલાક વિસ્તારમાં નહિવત પુરવઠો મળે તેવી પણ શક્યતા છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના આ વિસ્તારમાં રહેતા લોકોએ પાણી પુરવઠાનો અગાઉથી સંગ્રહ કરી તથા જરૂરીયાત મુજબનું પાણી કરકસરથી ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. રિપેરિંગની કામગીરી વહેલી પૂરું કરવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કવાયત કરવામાં આવશે.

Gujarat