સુરતના માથાભારે વસીમ બિલ્લા હત્યામાં બે શાર્પશૂટર સહિત ત્રણ ઝડપાયા
- વસીમના કટ્ટર બદ્રી લેસવાલાએ 10 લાખમાં સોપારી આપી હત્યા કરાવ્યાનું બહાર આવ્યું
સુરત, તા.7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
નવસારીમાં છાપરા રોડ ઉપર વીસેક દિવસ અગાઉ સુરતના માથાભારે ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં નવસારી એલસીબીએ યુપીનાં 2 શાર્પશૂટર અને ખંડણી આપનાર સહિત ત્રણ જણાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક તપાસમાં સુરતના બદ્રી લેસવાલાએ 10 લાખમાં સોપારી આપી હત્યા કરાવ્યુંનું બહાર આવ્યું છે.
ગત તા. 22 જાન્યુઆરીની રાત્રે સુરતના માથાભારે વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. વસીમની હત્યા કેસમાં નવસારી એલસીબી દ્વારા અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત પોલીસે બદ્રી લેસવાલાના ઇશારે મુસ્તાન ઉર્ફે મામા અલીહુસેન ડોડીયા(ઉ.વ.52)એ સોપારી આપી હત્યા કરાવ્યાનું બહાર આવ્યું છે. પોલીસે મુસ્તાનની ધરપકડ કરવાની સાથેબે શાર્પશૂટર કુતુબીદીન અસગરઅલી વોરા(રહે. રાજસ્થાન) અને શાકીબ સાજીદઅલી રંગરેજ(ઉ.વ.29. રહે. ઉતરપ્રદેશ)ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.