Get The App

વિજય રૂપાણી પર રૂ. 27000 કરોડના ભ્રષ્ટાચાર મામલે SUDAએ કર્યો આ ખુલાસો

Updated: Apr 28th, 2022

GS TEAM

Google News
Google News
વિજય રૂપાણી પર રૂ. 27000 કરોડના ભ્રષ્ટાચાર મામલે SUDAએ કર્યો આ ખુલાસો 1 - image

સુરત, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જમીન કૌભાંડના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. આ દરમિયાન સુરત 'SUDA' (સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ની વિકાસ યોજનામાં રાખેલ રીઝર્વેશન રદ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પાયાવિહોણા આક્ષેપોને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. 

સુરત શહેરની પુનરાવર્તિત યોજના 2035ની યોજના તૈયાર કરાઈ હતી. 2015માં સુડાએ 115 ગામનો નકશો તૈયાર કર્યો હતો. 985 કિલોમીટરનો નકશો તૈયાર કરી સુડા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યસરકારને મોકલ્યો હતો. સરકાર પાસે તેમાં ફેરફાર કરવાના અધિકાર હોતા નથી. આ ડી.પી. અરજી મંજૂર થઈ અને તેમાં 400 જેટલી વાંધા અરજી આવી હતી. 

સૂડાએ જણાવ્યુ હતું કે, 27000 કરોડની જમીન મૂળ જમીનદારોને આપવાના આક્ષેપ પાયાવિહોણા છે. સુડાની સ્થાપના વર્ષ 1978માં થઈ હતી. સૂડાએ પહેલા ડીપી પ્લાનમાં 182 રીઝર્વેશન સૂચવ્યા હતા. પહેલી વખત વિકાસ યોજના સ્કીમ 2004માં રિવાઈઝ થઈ હતી ત્યારે 285 રીઝર્વેશન પ્લોટ બન્યા હતા. સૂડાની વિકાસ યોજના તા. 8 ઓક્ટોબર 2020માં મંજુર થઈ અમલમાં આવી હતી. SUDA દ્વારા મંજુર કરાયેલા 1661.30 જમીનના 201 પ્લોટ રિવાઈઝ કરવામાં આવ્યા હતા. રિઝર્વેશન દૂર કરવા માટે 669 રજુઆતો મળી હતી.સમગ્ર વિગતો ધ્યાને લેતાં સરકાર દ્વારા સુડા ડી.પી. મંજૂર કરતી વખતે લોકોની રજૂઆત અને કાયદાની જોગવાઈ વગેરે ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવેલ છે. જેથી તમામ આક્ષેપો સદંતર પાયા વિહોણો અને તથ્યવિહિન છે.