Get The App

ચાઇનીઝ એપ દ્વારા દેશભરમાં 500 કરોડથી વધુની છેતરપિંડી: વડોદરાના યુવકે 2.91 લાખ ગુમાવ્યા

Updated: Nov 9th, 2021


Google NewsGoogle News
ચાઇનીઝ એપ દ્વારા દેશભરમાં 500 કરોડથી વધુની છેતરપિંડી: વડોદરાના યુવકે 2.91 લાખ ગુમાવ્યા 1 - image


વડોદરા, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર

ચાઇનીઝ એપ દ્વારા ભારતભરમાં અલગ અલગ લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપીને 500 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. જે નાણા બોગસ કંપનીઓ ઉભી કરાવી જમા કરાવવામાં આવતા હતાં. ત્યારે હવે વડોદરાનો યુવક પણ આ પ્રકારની છેતરપિંડી નો શિકાર બન્યો છે. ઓનલાઇન બિઝનેસ કરી તગડા કમિશન ની લાલચમાં ઠગ ટોળકીએ 2.91 લાખ પડાવી લઇ છેતરપીંડી આચરી છે.

આ આ અંગેની વિગત એવી છે કે, મિરલ ભુપેન્દ્ર નાયક ખાનગી કંપનીમાં પીવીસી પ્રોડક્ટ માર્કેટિંગમાં સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેમના મોબાઈલફોનમાં આવેલા એસએમએસ થકી ઇન્દિરા નામની મહિલાએ ફ્લિપકાર્ટ મોલ મલ્ટિનેશનલ કંપનીની કર્મચારી હોવાની ઓળખ બાદ ઓનલાઇન પૈસા કમાવવા કંપનીમાં ટાસ્ક મુજબ કામગીરી કરી તગડા કમિશનની લાલચ આપી હતી. જેથી મિરલ નાયકએ ટુકડે ટુકડે 2,96,600 ઓનલાઇન ઇન્વેસ્ટ કર્યા હતા. ત્યારબાદ કંપની તરફથી ઈન્વેસ્ટ કરેલી રકમ તથા કમિશન ન મળતા મિરલભાઇને શંકા ગઈ હતી.

ઓનલાઇન સર્ચ કરતા પોતે ચાઈનીઝ સ્કેમનો શિકાર બન્યા હોવાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સામાં પોલીસે ફરિયાદના આધારે બેંક ખાતાધારક તથા મોબાઈલ નંબરનો ઉપયોગ કરનારા આઠ શખ્સો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પંપ પરથી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News