અર્બન સમિટમાં મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતમાં સુરત શહેર અર્બન ડેવલપમેન્ટમાં ખૂબ સારું મોડલ શહેર છે
- સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ એન્વાયરમેન્ટલી રિસ્પોન્સિબલ બિહેવિયર વિષય પર સુરત પાલિકાની કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
સુરત,તા.8 જુલાઈ 2023,શનિવાર
જી-20 હેઠળ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે અર્બન 20 (U20) અંતર્ગત અર્બન મેયર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત દેશ અને વિશ્વના અન્ય શહેરોના મેયર ભાગ લેવા માટે આવ્યા છે. આ સમિટમાં સુરતના મેયરે સુરત નું પ્રતિનિધિત્વ કર્યું હતું અને એન્કરેજીંગ એન્વાયરમેન્ટલી રિસ્પોન્સિબલ બિહેવિયર” વિષય પર સુરત પાલિકા દ્વારા કરેલી કામગીરી રજુ કરવામા આવી હતી.
ગુજરાતના અમદાવાદમાં આજે અને આવતીકાલે અર્બન 20 મેયર્સ સમિટનું આયોજન કરવામા આવ્યું છે. આ સમિટમાં ગુજરાતના અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાને સ્થાન મળ્યું છે. આ અર્બન સમિટમાં જી 20 દેશના શહેરના મેયરને એક માળખા હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે યોજાનારી આ ઈવેન્ટમાં ઈવેન્ટમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શહેરો મળી અંદાજીત 100 થી વધુ શહેરોનાં મેયર, ડેપ્યુટી મેયર સમક્ષ હોદ્દેદારો, મ્યુનિસિપલ કમિશનર ભાગ લીધો છે. જે પૈકી મુખ્ય આંતરરાષ્ટ્રીય શહેરો જેવા કે પેરિસ, લોસ એન્જલસ, લંડન, ટોક્યો, દુબઈ, ડર્બન વિગેર શહેરોનાં પ્રતિનિધિઓ તેમજ ભારત દેશના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, ઇન્ડોર, જયપુર, ચંદીગઢ, તિરુપતિ, શ્રીનગર, કોચીન, ગ્વાલિયર વિગેરે શહેરોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યાં છે.
આ સમિટમાં સુરતના મેયરને પ્રેઝન્ટેશન કરવાની તક મળી હતી સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ એન્વાયરમેન્ટલી રિસ્પોન્સિબલ બિહેવિયર વિષય પર સુરત પાલિકા દ્વારા કરવામાં આવેલી અનેકવિધ કામગીરી તથા ભવિષ્યના આયોજન માટેની માહિતી હાજર રહેલા દેશ અને વિદેશના પ્રતિનિધિઓને આપી હતી. જેમાં સુરત શહેર દ્વારા તૈયાર કરવામાં આવેલ SURAT RESILIENCE STRATEGY AND CLIMATE ACTION PLAN અંતર્ગત અમલીકૃત ક્લીન એર એક્શન પ્લાન, કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન સુરત- 2046, ટ્રીટેડ વેસ્ટ વોટર રિસાયકલ રિયુઝ પ્લાન, સુરત હીટ વેવ એક્શન પ્લાન, સોલાર સિટી માસ્ટર પ્લાન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ગ્રીન એનર્જી, અર્બન પ્લાનિંગ અને ગ્રીન કવર, એર ક્વોલિટી અને સસ્ટેનેબલ મોબિલિટી, વોટર સિક્યુરિટી , સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની માહિતી રજુ કરી હતી.
આ સમિટમાં હજાર રહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સુરત શહેર અર્બન ડેવલપમેન્ટ માં ખૂબ સારું મોડલ શહેર છે, સુરત શહેર ગુજરાતનું સૌથી મોટુ ઇકોનોમિક શહેર છે. સુરત શહેરમાં એક થી એક ચડિયાતા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ આવેલ છે. સુરતમાં વિકસી રહેલા ડ્રીમ સીટી અને ડાયમંડ બુર્સ જેવા પ્રોજેક્ટ તેના ઉત્તમ ઉદાહરણ છે.