Get The App

સુરતમાં રેમડીસીવીર અને ટોસીલીઝુમાબ ઇન્જેક્શનનો બિનજરૂરી ઉપયોગ થાય છેઃ AIIMS

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News
સુરતમાં રેમડીસીવીર અને ટોસીલીઝુમાબ ઇન્જેક્શનનો બિનજરૂરી ઉપયોગ થાય છેઃ AIIMS 1 - image

સુરત, તા. 17 જુલાઇ 2020, શુક્રવાર

શહેરમાં આવેલી કેન્દ્રની ટીમમાં શામેલ એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયાએ રેમડીસીવીર અને ટોસીલીઝુમાબની અછત અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, અનેક જગ્યાએ ઇન્જેક્શનનો બિનજરૂરી ઉપયોગ થાય છે. જે દર્દીને જરૂરિયાત છે તેમને આ ઇન્જેક્શન આપવામાં આવે. બિનજરૂરી ઉપયોગથી દર્દીને નુકશાન થાય શકે છે.

એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, અમે ચાર લોકોની ટિમ છે. અહીંના ડોકટરો સાથે વાતચીત કરી છે. સ્થાનિક મુદ્દાઓ માહિતી મેળવી છે. દિલ્હી સહિત અન્ય શહેરોમાં જે કામગીરી કરવામાં આવી છે. તેની સરખામણી કરીશુ અને સુધારો કરી શકાય તે અંગે ચર્ચા કરી.

પ્રાઈવેટ ડોકટર હોય કે સરકારી હોસ્પિટલના ડોક્ટર દર્દીઓની સંભાળ, પ્લાઝ્મા અને આઇસોલેશન અંગે વધુ શું કરી શકાય તે અંગે ચર્ચા કરાઇ છે. તેનાથી લાભ થશે અને કેસોને નિયંત્રણ કરી શકાય છે. હોસ્પિટલ તૈયાર છે બેડની સંખ્યામાં વધારો થતાં લાભ થશે.

પૂર્ણ તૈયારીઓ કરીએ, ટેસ્ટિંગ કરવામાં આવે તો કેસો નિયંત્રણમાં આવી શકે છે જે રીતે અમદાવાદમાં થયું છે. ઇન્જેક્શનની અછતને ધાયનમાં રાખી પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. લોકોને ઇન્જેક્શન મળી રહેશે.




Tags :