Get The App

બે મહિના બાદ સુરતના રસ્તા પર ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે

- પર્યાવરણ માટે અનુકૂળ એવી 150 બસ આવશે, આજે એ બસની ટ્રાયલ થઈ

Updated: Aug 24th, 2020

GS TEAM

Google News
Google News
બે મહિના બાદ સુરતના રસ્તા પર ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે 1 - image


સુરત, તા. 24 ઓગસ્ટ 2020 સોમવાર

સુરતના પર્યાવરણ બચાવવા માટે સુરત મહાનગર પાલિકા આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું શરૂ કરશે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ સુરત મહાનગરપાલિકાએ 150 ઈલેક્ટ્રીક બસની ખરીદી કરી છે. 

આજે મહાનગર પાલિકા ખાતે ઇલેક્ટ્રિક બસનું ટ્રાયલ લેવામાં આવી હતી.શાસકોના જણાવ્યા મુજબ આગામી બે માસ ની આસપાસ સુરતના રસ્તા પર ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે.

બે મહિના બાદ સુરતના રસ્તા પર ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે 2 - image

સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીએ આજે ઇલેક્ટ્રિક બસ ટ્રાયલ લેવામાં આવી હતી. આજે બાય લેવામાં આવી હતી કે ઇલેક્ટ્રિક બસ પ્રતિદિન 221 કિલોમીટર એક વખતના ચાર્જિંગ બાદ ચાલવાની ક્ષમતા ધરાવે છે. આજનો ટ્રાયલ રન કોસાડથી પાલ આરટીઓ રોડ ઉપર કરવામાં આવ્યો હતો.

બે મહિના બાદ સુરતના રસ્તા પર ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે 3 - image

બસમાં મુસાફરોની ક્ષમતા મુજબના વજન સાથે આ ટ્રાયલ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝની ગાઈડ લાઈન પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને પ્રત્યેક ઘર દીઠ 45 લાખની સબસિડી આપવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા 150 સિલેક્ટ કરીશ અત્યારે 67.50 કરોડ રૂપિયાની સબસિડી મળશે. બસ આવે તે પહેલાં જ ફેબ્રુઆરી 2020માં સુરત મહાનગરપાલિકાને 13.50 કરોડની સબસીડીનો પહેલો હપ્તો મળી ગયો હતો. સુરત મહાનગરપાલિકા 150 ઇલેક્ટ્રીક બોર્ડ આવશે. તેના કારણે સુરતના પર્યાવરણમાં ઘણો ફાયદો થશે.

Tags :