સુરત: ઉત્રાણમાં બે મોબાઇલ સ્નેચર રંગેહાથ ઝડપાયા
સુરત, તા.19 જુલાઇ 2020, રવિવાર
ઉત્રાણ ફ્રુટ માર્કેટમાં ફ્રુટ ખરીદી રહેલા નિવૃત વૃધ્ધ ભગવાન આંબાભાઇ કુકડીયા (ઉ.વ. 59 રહે. 103, પ્રભુનંદન રેસીડન્સી, યમુના ચોક, મોટા વરાછા) ના શર્ટના ખિસ્સામાંથી રૂ. 8,000ની કિંમતનો મોબાઇલ ફોન આંચકી યુવાન ભાગી રહ્યો હતો.
યુવાને બિલાલ બાઇક ચાલુ કર એમ કહ્યું હતું પરંતુ વૃધ્ધે બુમાબુમ કરતા માર્કેટમાં ખરીદી કરવા આવનાર લોકોએ બે મોબાઇલ સ્નેચર શબ્બીર ઉર્ફએ રીક્ષાવાલા ઉર્ફે વડાપાઉંવાલા મેહમુદ શાહ (ઉ.વ. 38) અને બિલાલ અફઝલ શાહ (ઉ.વ. 27 બંન્ને રહે કોસાડ આવાસ, અમરોલી) ને ઝડપી પાડી અમરોલી પોલીસને હવાલે કર્યા હતા.
પોલીસે બંન્ને સ્નેચર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.