app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

પાલિકાના બીઆરટીએસ રૂટમાં બે બસ સામસામે થઈ ગઈ

Updated: May 21st, 2023


અત્યાર સુધી બીઆરટીએસ બસમાં ખાનગી વાહનોની સમસ્યા હતી પણ હવે 

પીપલોદ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં બે બસ સામસામે થતા અકસ્માત રહી ગયાનો વિડીયો વાયરલ થયો 

સુરત, તા. 21 મે 2023 રવિવાર

સુરત પાલિકાએ બીઆરટીએસ અને સીટી બસ સામુહિક પરિવહન માટે શરુ કરી છે. સુરતમાં બીઆરટીએસ રૂટમાં અત્યાર સુધી ખાનગી વાહનોનું દુષણ હતું અને બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો દોડતા હોય તેવો બનાવ સાથે અકસ્માતની ભીતિ હતી. પરંતુ હવે પાલિકાએ બનાવેલા બીઆરટીએસ રૂટમાં આજે પાલિકાની જ બે બસ સામસામે થઈ ગઈ હતી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેના કારણે ફરી એક વાર પાલિકાની બસ સેવા વિવાદમાં આવી છે. 

સુરત મહાનગર પાલિકા પર્યાવરણની જાળવણી સાથે સાથે લોકોને સામુહિક પરિવહન સેવા વધુ સારી મળી રહે તે માટે સીટી-બીઆરટીએસ બસ સેવા ચલાવી રહી છે. સુરતની સીટી અને બીઆરટીએસ બસમાં રોજના બે લાખ કરતાં વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે. જોકે, અકસ્માત અને ટિકિટના ઈસ્યુ સહિત અનેક ઇસ્યૂ ના કારણે બસ સેવા વિવાદમાં આવી રહી છે.

છેલ્લા ઘણા વખતથી પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો નું દુષણ વધી રહ્યું છે. જોકે, અત્યાર સુધીમાં ખાનગી વાહનો માત્ર બીઆરટીએસ રૂટમાં જે સાઈડમાં બસ દોડતી હોય તે બસની પાછળ જ દોડતા હોય છે. પરંતુ આજે સુરતના પીપલોદ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં પાલિકાની જ બે બસ સામસામે આવી ગઈ હતી. બીઆરટીએસનો રુટ સિંગલ બસ દોડે એટલો હોય છે અને બે બસ સામ સામે આવી જતા બંને બસ ઉભી રહી ગઈ હતી. કેટલાક લોકોએ આ અંગેનો વિડિયો ઉતારી દીધો હતો અને વાયરલ કરી દીધો હતો. આ રીતે બસ બીઆરટીએસ સામ સામે આવી જતાં પાલિકાની બસ સેવા ફરી એક વાર વિવાદમાં આવી ગયો છે.

Gujarat