Get The App

પ્રિસ્કીપશન વિના નશાયુક્ત સીરપ વેચતા અડાજણના મેડીકલ સ્ટોરના બે ભાઈ ઝડપાયા

Updated: Feb 25th, 2023

GS TEAM

Google News
Google News
પ્રિસ્કીપશન વિના નશાયુક્ત સીરપ વેચતા અડાજણના મેડીકલ સ્ટોરના બે ભાઈ ઝડપાયા 1 - image


- બીલીંગ વિના રાખેલી ગર્ભપાતની ગોળીઓ પણ મળી : મહિલા ફાર્માસીસ્ટની પણ અટકાયત 

- અડાજણ સમર્થ પાર્ક શિલા કોમ્પલેક્ષ સમર્થ મેડીકલ સ્ટોર્સમાં એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી 

સુરત,તા.25 ફેબ્રુઆરી 2023,શનિવાર 

સુરત એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલી પ્રિસ્કીપશન વિના નશાયુક્ત સીરપ વેચતા અડાજણ ગામ ચાર રસ્તા સમર્થ પાર્ક શિલા કોમ્પલેક્ષ સમર્થ મેડીકલ સ્ટોર્સના સંચાલક બે ભાઈઓ અને મહિલા ફાર્માસીસ્ટને ઝડપી લીધા હતા. એસઓજીએ ત્યાંથી સીરપની 34 બોટલ અને દવાઓ ઉપરાંત બીલીંગ વિના રાખેલી ગર્ભપાતની ગોળીઓ પણ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈને બાતમી મળી હતી કે અડાજણ ગામ ચાર રસ્તા સમર્થ પાર્ક શિલા કોમ્પલેક્ષ સમર્થ મેડીકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓનું વેચાણ પ્રિસ્કીપશન વિના થાય છે. બાતમીના આધારે એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ રેઇડ કરી હતી. એસઓજીએ દુકાનમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી નશાકારક સીરપની 34 બોટલ અને દવાઓ ઉપરાંત બીલીંગ વિના રાખેલી ગર્ભપાતની ગોળીઓ પણ કબજે કરી હતી.

એસઓજીએ દુકાનના સંચાલક જવાહર મનહરલાલ આસ્લોટ અને શિશિર મનહરલાલ આસ્લોટ ( બંને દિવાળીબાગ સોસાયટી, અઠવાલાઈન્સ, સુરત ) ની તેમજ મહિલા ફાર્માસીસ્ટ હિનાબેન માર્કંડભાઈ પંડયા ( રહે.કસ્તોરા સોસાયટી, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત ) અટકાયત કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :