Get The App

સુરત: યુનિવર્સિટી છેલ્લા ત્રણ વર્ષથી કૉલેજમાં કટ ઓફ જાહેર કરતી નહિ હોવાથી વિદ્યાથીઓને પડી રહેલી મુશ્કેલી

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
સુરત: યુનિવર્સિટી છેલ્લા ત્રણ વર્ષથી કૉલેજમાં કટ ઓફ જાહેર કરતી નહિ હોવાથી વિદ્યાથીઓને પડી રહેલી મુશ્કેલી 1 - image


સુરત, તા. 22 જુલાઈ 2020 બુધવાર

વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કૉલેજમાં પ્રવેશ ને લઈને કટ ઓફ નહીં જાહેર કરતા હોવાથી વિદ્યાથીઓને કૉલેજ પસંદ કરવામાં મુશ્કેલી આવી રહી છે.

વી.ન.દ.ગુ.યુ.સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષ પ્રવેશની કામગીરી ચાલી રહી છે. અને વિદ્યાર્થીઓ કોલેજોની અને અભ્યાસ્કમોની પસંદગી કરી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓને ગત વર્ષના 2019-20ના જે - તે કોલેજ અને જે - તે અભ્યાસક્રમના કટ ઓફ જાહેર કરેલ ન હોવાથી વિદ્યાર્થીઓ પોતાની અંગત માન્યતા અને સમાજમાં રહેલી માહિતીને આધારે કેન્દ્રિય પ્રવેશ ફોર્મ ભરી રહ્યા છે.

આ બિલકુલ અયોગ્ય છે. ગુજરાત રાજયની અન્ય તમામ કેન્દ્રિય પ્રવેશ સમિતિઓ ગત વર્ષના કોલેજ અને અભ્યાસક્રમ પ્રમાણે કટ ઓફ જાહેર કરે છે. આપણી યુનિવર્સિટી છેલ્લા 3 વર્ષથી કટ ઓફ વેબસાઈટ પર જાહેર કરતી નથી અને જે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે અને અમુક કોલેજો પસંદ કરતા નથી અને અંતે નાપસંદ કોલેજમાં પ્રવેશ મેળવે છે અથવા પ્રવેશ છોડી દે છે અને વિદ્યાર્થી પોતાની તેજસ્વી કારર્કીદીને અંધકારમય બનાવી દેય છે. આ માટે સંપૂર્ણપણે યુનિવર્સિટી જવાબદાર છે.

કેન્દ્રિય પ્રવેશ 2021 ની વિદ્યાર્થીઓ તરફ્ થી ફોર્મ ભરવાની કામગીરી 80 % જેટલી પૂર્ણ થઈ ગઈ છે. છતાં ગત વર્ષના કટઓફ જાહેર કરેલ નથી. જે બિલકુલ ખોટું છે. 

સત્વરે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત ખાતર તાત્કાલિક યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમોના 2019-20ના કટઓફ જાહેર કરવામાં આવે એવી સેનેટ સભ્ય કનુ ભરવાડે માંગ કરી છે.

Tags :