ચૌટા બજારમાં દબાણ દૂર કરવાની કામગીરીમાં સુરત પાલિકાને પરસેવો પડે છે

Updated: Jan 24th, 2023


- છોટા બજાર અને સેન્ટ્રલ ઝોનના માથે ભારે દબાણ કરનારાઓ પાલિકાની ટીમ પર હુમલો કરતા અચકાતા નથી

સુરત,તા.24 જાન્યુઆરી 2023,મંગળવાર

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચૌટા બજાર સહિત અનેક વિસ્તારમાં માથાભારે દબાણ કરનાર લોકો પાલિકા તંત્ર માટે માથાનો દુખાવો બની ગયા છે. માથાભારે દબાણ કરનારાઓ પાલિકાની ટીમનો વિરોધ કરતા હોવાથી આ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં પાલિકાને મુશ્કેલી પડે છે.

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ જેલમાં આવેલા ચોંટા બજારમાં માથે ભારે દબાણ કરનારાઓ બાલિકા કર્મચારીઓ સામે દાદાગીરી કરે છે. થોડા સમય પહેલા પાલિકાની ટીમ ચોટા બજારમાં દબાણ દૂર કરવા ગઈ હતી પરંતુ માથાભારે દબાણ કરનારાઓએ પાલિકાના કર્મચારીને ધક્કે ચઢાવ્યા હતા.

આ વિસ્તારમાં પાલિકા પોલીસ સાથે કામગીરી કરે છે તો પણ ગણતરીના કલાકો સુધી દૂર થાય છે. આવી જ સ્થિતિ નવસારી બજાર તલાવડી અને કાદરસા ની નાળ વિસ્તારની છે. આવા વિસ્તારોમાં દુકાનદારો પાલિકાનો ફૂટપાથ ભાડે આપી કમાણી કરે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. તેથી દબાણ કરનારા સામે ત્રણ વિસ્તારમાં પણ કામગીરી કરવાની માંગણી થઈ રહી છે.

    Sports

    RECENT NEWS