Get The App

પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસના ફોર્મ મેળવવા બેંકોમાં લાગી લાંબી લાઈન

- શહેરના જુદા-જુદા વિસ્તારમાં 3951 આવાસ બનાવવા માટે આયોજન

Updated: Jan 3rd, 2019

GS TEAM

Google News
Google News
પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસના ફોર્મ મેળવવા બેંકોમાં લાગી લાંબી લાઈન 1 - image

સુરત, તા. 3 જાન્યુઆરી 2019, ગુરૂવાર

સુરત મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં 3,951 આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા આ યોજનાના આવાસ મેળવવા માટે ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે. પાલિકાએ નક્કી કરેલી બેન્કમાંથી ફોર્મ વિતરણ શરૂ થતા બેન્કો પર ફોર્મ લેવા માટે અરજદારોની લાંબી લાઈન લાગી ગઈ છે. અરજદારોએ ફોર્મ લઇને જરુરી પુરાવા સાથે 25 જાન્યુઆરી સુધીમાં ફોર્મ લેવાના રહેશે રહેશે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવે ત્યારે નબળો પ્રતિસાદ મળ્યો હતો. પાલિકાએ બનાવેલા આવાસ કરતાપણ અરજદારોની સંખ્યા ઓછી હતી. જોકે ત્યાર બાદ લોકોએ આવાસની ગુણવત્તા અને લોકેશન જોયા બાદ આવાસ મેળવવા માટે પડાપડી થઇ હતી. ત્યારબાદ હવે સુરતમાં નગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના ફેસ ટુ હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવાસ બનાવી રહી છે.

શહેરના મોટા વરાછા કતારગામ પર્વત બેડવા વી આઇ પી રોડ ભરથાણા ભીમરાડ વિગેરે વિસ્તારમાં 3951 આવાસ બનાવવા માટે નું આયોજન કર્યું છે. જેમાં સૌથી વધારે 1,148 આવાસ ભગવાન મહાવીર કોલેજ ની પાછળ ભરથાણા ખાતે બનાવવામાં આવશે. આ આવાસના ફોર્મ ની કામગીરી સુરત મહાનગર પાલિકાએ આઇસીઆઇસીઆઇ બેન્કની અઠવાલાઇન્સ અડાજન તથા મિની બજાર વરાછા સહિતની બેંકોમાંથી ફોર્મ આપવાની કામગીરી શરૂ કરી છે.

આજથી ફોર્મ વિતરણની કામગીરી શરૂ થતા ફોર્મ મેળવવા માટે અરજદારોએ બેંક પર લાંબી લાઈન લગાવી દીધી હતી. આજથી શરૂ થયેલી ૨૫ જાન્યુઆરી સુધી રહેશે. સો રૂપિયા ના ફોર્મ સાથે અરજી કરીને વીસ હજાર રૂપિયાનો પાલિકાને અરજદારે આપવાનો રહેશે. અરજદારોની અરજી આવ્યા બાદ સુરત મહાનગરપાલિકા સ્કુટી નીકળશે અને ત્યારબાદ બાકી રહેલા ફોર્મ માં થી અરજદારોની અરજી નો ડ્રો કરશે.
Tags :