ઉકાઈ ડેમમાં છેલ્લા ચાર દાયકાથી ચાલી આવતી પરંપરા યથાવત
- 299 ફૂટે પાણી દરવાજાને થતાં જ 1975થી પૂજા કરાય છે
સુરત, તા. 5 ઓગસ્ટ 2019 સોમવાર
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે ભારે વરસાદ થતા ડેમમા સડસડાટ પાણી આવવાની શરૂઆત થતા જ પાણી ડેમના દરવાજાને ટચ થતાં સતાધીશો દ્વારા પૂજા કરાઇ હતી.
ઉકાઈ ડેમની 1975માં શરૂઆત થઇ ત્યારથી લઈને આજ દિન સુધીમાં એક પરંપરા રહી છે કે જ્યારે પણ ડેમ ની સપાટી 299 ફૂટે પહોંચે અને ડેમ નું પાણી દરવાજા ને ટચ થાય ત્યારે સત્તાધીશો અવશ્ય પૂજા કરાવે છે.
આ વર્ષે પણ ઉકાઈ ડેમ માં સડસડાટ પાણી આવવાની શરૂઆત થવાની સાથે જ ડેમની સપાટી 299 ફૂટને પાર કરી જતાં જ ડેમના પાણી દરવાજાને ટચ કરી જતા સત્તાધીશોએ પૂજા કરાવી હતી અને છેલ્લા ચાર દાયકાથી ચાલી આવતી પરંપરા ને બરકરાર રાખી હતી.
દરમિયાન આજે ઉકાઈ ડેમમાં હેવી ઇનફ્લો ચાલુ રહેતા સપાટી 315 ફૂટને પાર કરી ગઈ છે. હવે ઉકાઈ ડેમ નું આજનું રૂલ લેવલ 335 ફૂટથી સપાટી માત્ર 15 ફૂટ દૂર છે.