Get The App

સુરતમાં રખડતા કુતરા નો આતંક યથાવત

Updated: Apr 28th, 2023

GS TEAM

Google News
Google News
સુરતમાં રખડતા કુતરા નો આતંક યથાવત 1 - image


- શહેરના પાંડેસરા,  ભટાર અને મજુરા વિસ્તારમાં ત્રણ બાળકોને કુતરાએ માર્યા બચકા

- રમતા બાળકો પર કુતરાઓએ હુમલો કરી બચકા ભરતાં વાલીઓમાં ભયનો માહોલ

સુરત, તા. 28 એપ્રિલ 2023, શુક્રવાર

સુરતમાં રખડતા કુતરા આક્રમક  બન્યા છે અને બાળકો પર હુમલા અટકવાનું નામ લેતા નથી. આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્રણ બાળકો પર કુતરાએ હુમલો કરી બચકા ભર્યા ના  બનાવ બન્યા છે. કુતરાએ બચકા ભરતા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ બાદ વાલીઓમાં ભયનો માહોલ છે અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામા આવ્યો છે. 

સુરતમાં રખડતા કુતરા નો આતંક યથાવત 2 - image

સુરતમાં છેલ્લા ઘણા વખતથી રખડતા કૂતરા નો ત્રાસ વધી રહ્યો છે રખડતા કુતરાઓ બાળકો પર હુમલો કરી રહ્યાં છે આવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. કુતરા દ્વારા બાળકો પર હુમલામાં બે બાળકોના મોત પણ ભૂતકાળમાં થયાં છે. આવા બનાવ બાદ પાલિકા તંત્રએ કુતરાના ખસીકરણ અને રસીકરણ ની કામગીરી આક્રમક બનાવી છે.જોકે, પાલિકાની આવી કામગીરી છતાં પણ રખડતા કુતરાના હુમલાઓ અટકવાનું નામ લેતા નથી.

સુરતમાં રખડતા કુતરા નો આતંક યથાવત 3 - image

આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક રમતો હતો ત્યારે અચાનક કુતરાએ હુમલો કરીને મોઢાના ભાગે બચકા ભર્યા હતા. જ્યારે બીજા બનાવોમાં મજુરા વિસ્તાર અને ભટાર વિસ્તારમાં બાળકો રમતા હતા તેના પર પણ રખડતા કુતરા એ હુમલો કરતા બાળકોને ઈજા પહોંચી છે.  આવા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.  થોડા દિવસના વિરામ બાદ ફરીથી રખડતા કુતરાના બાળકો પર હુમલા વધતાં વાલીઓમાં ગભરાટનો માહોલ છે અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 

સુરતમાં રખડતા કુતરા નો આતંક યથાવત 4 - image

Tags :