વિઘ્નહર્તાના વિસર્જનમાં સવારે વરસાદનું વિઘ્ન : ભક્તો મુંઝાયા
-મોડી રાત્રીથી સવાર સુધી અનેક ઝાંપટા બાદ
-ઘણા વિસ્તારમાં સવારે 10થી 12ના 2 કલાક વરસાદના ભારે ડી.જે. અને બેન્ડ સાથે શોભાયાત્રા કાઢનારા મુશ્કેલીમાં મુકાયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.23 સપ્ટેમ્બર 2018,રવિવાર
સુરતમાં ગણેશ વિસર્જનના દિવસે વિઘ્નહર્તાના વિસર્જનમાં વરસાદનું વિધ્ન જોવા મળ્યું હતું. રાત્રીના ગાજવીજ સાથે વરસાદ તુટી પડયા બાદ આજે વહેલી સવારે વરસાદી વાતાવરણણાં વિસર્જન યાત્રા કાઢાવમાં આવી હતી. અને સવારે ૧૦થી ૧૨ વાગ્યાની વચ્ચે અચાનક કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડતાં વિસર્જન યાત્રામાં વિધ્ન આવ્યું હતું.
ગણેશ ભક્તો વરસતા વરસાદમાં બાપાની પ્રતિમા પર પ્લાસ્ટીક ઓઢાડીને પોતે ભીજાંતા ભીંજાતા વિસર્જન યાત્રામાં જોડાયા હતા. જ્યારે ડીજે અને બેન્ડ સાથે વિસર્જન યાત્રામાં જોડાવવા માગતા ભક્તો મુંઝાયા હતા.
સુરતમાં ગણેશ વિસર્જનની પૂર્વ રાત્રીએ અચાનક ગાજવીજ સાથે જોરદાર વરસાદ તુટી પડયો હતો. જોરદાર વરસાદના કારણે ગણેશ મંડપોમાં ભક્તોની દોડાદોડી થઈ ગઈ હતી. મંડપ છોડવાની કાગમીરી કરતાં ભક્તોએ વરસાદથી બાપાને બતાવવા માટે મંડપ પર ફરીથી પ્લાસ્ટીક ઓઢાડી દીધું હતું.
રાત્રીના સમયે અનેક મંડપોમાં ભક્તો મન મુકીને ઝુમ્યા હતા. રાત્રીના કેટલાક ગણેશ ભક્તોએ વિસર્જન યાત્રા કાઢી તેમાં જોરદાર વરસાદ પડવા છતાં ભક્તોએ ભીંજાતા-ભીંજાતા બાપાની વિસર્જન યાત્રામાં જોડાયા હતા.
રવિવારે વહેલી સવારે વરસાદ બંધ રહેતાં ગણેશ ભક્તો ખુશ થઈને સવારે વિસર્જન યાત્રા કાઢી હતી. જોકે, સવારે ૧૦થી ૧૨ વાગ્યા સુધીમાં શહેરના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદના ઝાંપટા શરૂ થયાં હતા. જેના કારણે વિસર્જન યાત્રામાં દોડાદોડી થઈ ગઈ હતી.
ગણેશ વિસર્જન યાત્રામાં ભક્તોએ બાપાની પ્રતિમા પર પ્લાસ્ટીક ઢાંકીને પોતે ભીંજાયા હતા. સતત બે કલાક સુધી વરસાદ રહેતા ભક્તો મુંઝાયા હતા. જોકે, ૧૨ વાગ્યા બાદ વરસાદ બંધ રહેતા ભક્તોએ વાજતે-ગાજતે વિસર્જન યાત્રા કાઢી હતી.