Get The App

સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસને સિલ માર્યા બાદ જેસીબીથી ડીમોલેશન શરૂ કરાયું : ખેડૂતોને ટીંગાટોળી કરીને બહાર કઢાયા

Updated: Aug 29th, 2023

GS TEAM


Google News
Google News

સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસને સિલ માર્યા બાદ જેસીબીથી ડીમોલેશન શરૂ  કરાયું  : ખેડૂતોને ટીંગાટોળી કરીને બહાર કઢાયા 1 - image

સુરત,તા.29 ઓગસ્ટ 2023,મંગળવાર

સુરત જિલ્લા ખેડૂત સમાજની જહાંગીરપુરા ખાતે આવેલી ઓફીસને આજે તાળું મારી દેવાયું હતું. સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખેડૂતો ઓફિસમાંથી બહાર ના નીકળતા પોલીસ ખેડૂતોને ટીંગાટોળી કરીને બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.        

જહાંગીરપુરા જીન ખાતે આવેલી પુરુષોત્તમ જીન મિલ દ્વારા ગુજરાત ખેડૂત સમાજને ઓફિસ 51 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી હતી. ત્યારબાદ મિલની મળેલી જનરલ સભામાં ઓફિસ બંધ કરવા માટે નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયના પગલે ખેડૂત સમાજ દ્વારા કોર્ટમાં કેસ કર્યો હતો. તો પુરુષોત્તમ જીન મિલ દ્વારા પર હાઇકોર્ટમાં કેવિયત દાખલ કરાઇ હતી. દરમ્યાન આજે ખેડૂત સમાજની ઓફીસ બંધ કરાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવટ કરવા છતાં ખેડૂતોએ કબ્જો ખાલી નહિ કરતા આખરે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, રમેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોને ટીંગાટોળી કરીને ઓફિસની બહાર કાઢી મુકાયા હતા. અને તમામની અટકાયત કર્યા બાદ પુરષોત્તમ ફાર્મસના કર્મચારીઓએ ઓફિસને સિલ મારી દેવાયું હતું.    

સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસને સિલ માર્યા બાદ જેસીબીથી ડીમોલેશન શરૂ  કરાયું  : ખેડૂતોને ટીંગાટોળી કરીને બહાર કઢાયા 2 - image

રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તક્ષેપથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે: જયેશ પટેલ         

ખેડૂત સમાજની ઓફિસ ખાલી કરાવતા પહેલા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ પર સીધા આક્ષેપો કર્યા હતા કે આ ઓફિસમાં ખેડૂતોના હિતની કે જે પ્રવુતિ થઈ રહી છે તેની સામે વાંધો છે. અને મુકેશ પટેલના હસ્તક્ષેપથી જ આ કાર્યવાહી થઈ રહી છે. અમો કોર્ટના અનાદરનો કેસ કરીશું.     

સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસને સિલ માર્યા બાદ જેસીબીથી ડીમોલેશન શરૂ  કરાયું  : ખેડૂતોને ટીંગાટોળી કરીને બહાર કઢાયા 3 - image

પોલીસના મેળાપીપળામાં ગેરકાયદેસર રીતે સીલ મારેલ છે : રમેશ પટેલ      

પોલીસના મેળાપીપણામાં ખેડૂતોના પ્રશ્નોને પ્રામાણિકતાથી ઉજાગર કરતી સંસ્થા ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ બાબતના 51 વર્ષના ભાડા કરાર અમલમાં હોવા છતાં અને સુરતની નામદાર સિવિલ કોર્ટમાં સિવિલ દાવા નંબર 318/2023 અને 437/2023 ના દાવાઓ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં ઘી પુરુસોત્તમ ફાર્મર્ષ કો.ઓ.જિંનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિ.ના વહીવટકર્તાઓ દ્વારા રાજકીય હસ્તક્ષેપથી પોલીસ રક્ષણ મેળવી કોર્ટમાં દાવા દાખલ હોવા છતાંય જબરદસ્તી ઓફિસનો કબ્જો લેવા પ્રયત્ન કરેલ અને ત્યાં હાજર આગેવાનોને ડિટેઇન કરી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે. અને ખેડૂત સમાજ ગુજરાતની 51 વર્ષનો ભાડા કરાર અમલમાં હોવા છતાંય ગેરકાયદેસર રીતે પોલીસના મેળાપીપળામાં ગેરકાયદેસર રીતે સીલ મારેલ છે.        

શું કહે છે પુરુષોત્તમ ફાર્મસ જીનિગ મિલના પ્રમુખ મનહર પટેલ     

પુરુષોત્તમ ફાર્મસ એન્ડ કોટન જીનિંગ મિલ કમ્પાઉન્ડ સહકારી મંડળીના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું હતું કે ઓફિસ ખાલી કરાવવા માટે સંસ્થા તરફથી નોટિસ આપવામાં આવી હતી. ઓફિસ કોઈ માલિકીની જગ્યા નથી, સંસ્થાની માલિકીની જગ્યા છે. 51 વર્ષના ભાડા પટ્ટા પર જગ્યા આપવામાં આવી હતી. ઓફિસનું મકાન જર્જરિત થઈ ગયું હોવાથી ઓફીસ ખાલી કરાવવા સૂચના આપી હતી. પરંતુ ઓફીસ ખાલી કરવા તૈયાર નહોતા. આ બિનરાજકીય ઓફીસ હતી પરંતુ કોંગ્રેસના લોકો અહીં રાજકીય પ્રવૃત્તિ કરતા હતા


Tags :