સુરત: મોટા વરાછામાં પતિના જમીન દલાલ મિત્રએ પરિણીતા સાથે દુષ્કર્મ કર્યુ
- જો કોઇને કહેશે તો પતિને જેલમાં પુરાવી દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી
સુરત, તા.4 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર
મોટા વરાછા વિસ્તારમાં રહેતા જમીન દલાલને જેલમાં પુરાવી દેવાની ધમકી આપી એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપનાર પતિના મિત્ર વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.
મોટા વરાછા વિસ્તારમાં રહેતા જમીન દલાલની પત્ની ગત નવેમ્બર મહિનામાં ઘરે એકલી હતી. દરમિયાનમાં પતિનો મિત્ર દલસુખ ગોવિંદ સોજીત્રા (રહે. હરીદર્શન રેસીડન્સી, ભક્તિનંદન ચોક, મોટા વરાછા) રાત્રે 3 વાગ્યાના અરસામાં ઘરમાં ઘુસી ગયો હતો. દલસુખે મિત્રની પત્નીની એકલતાનો લાભ લઇ અશલીલ હરકતો કરવાની સાથે દુષ્કર્મ કર્યુ હતું.
દુષ્કર્મ કર્યા બાદ જો કોઇને કહેશે તો તારા પતિને લાંબા સમય માટે જેલમાં પુરાવી દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી પરિણીતા ડરી ગઇ હતી. દલસુખે ત્યાર બાદ પણ પરિણીતા સાથે જબરજસ્તી કરતા છેવટે ગત રાત્રે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.