ઉપલેટાની મોજ નદીનાં કાંઠે ઐતિહાસિક સોમનાથ મંદિર
- ૩૫૪ વર્ષ પુરાણું આસ્થાનું કેન્દ્ર
- સ્વામીનારાયણ, શંકરાચાર્યએ પણ પૂજા કરી હોવાથી અનેરો મહિમા
ઉપલેટા, તા ૩૦ જુલાઈ, ૨૦૨૦, ગુરૂવાર
ઉપલેટાની મોજ નદીના કાંઠે આવેલા અને આજથી ૩૫૪ વર્ષ પુરાણા ઐતિહાસીક સોમનાથ મહાદેવ મંદિર પ્રત્યે ભાવિકોમાં અનેરી શ્રધ્ધા છે અને સમસ્ત ગામ દેવ તરીકેની પણ ઓળખ છે.
રાજવી સર ભગવતસિંહજીના વડવાઓના સમયમાં વિ.સં. ૧૬૬૪ માં મહારાજા જામશ્રી સતોજીના કાર્યકાળ દરમ્યાન આ મંદિર બંધાયેલું હતું. સ્વામીનારાયણ ભગવાન તથા જગદગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી અને ભાંખના બ્રહ્મલીન સંત મૌનીબાપુ, પૂ. બ્રહ્મચારીબાપુ સહીતના પુજનીય સંતો મહંતોએ આ મંદિરના શિવલીંગની પૂજા કરી છે. ઉપલેટા શહેર સ્વામીનારાયણનું પ્રસાદીનું ગામ છે તેઓ અહિ ઘણો સમય રોકાયા હતાં. આ મંદિરના પટાંગણમાં જેઠ મહીનાની ભીમ અગીયારસે અને શ્રાવણ માસના દર સોમવારે તથા જન્માષ્ટમીમાં ત્રણ દિવસ ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં ઉપલેટા તથા આજુ બાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.