સુરત: બીટકોઈન હડપવાના કેસમાં આરોપી રાજુ દેસાઈને જેલવાસ
સુરત, તા. 12 જાન્યુઆરી 2019 શનિવાર
બીટકોઈન હડપવાના કેસમાં સુરત CID ક્રાઈમે આરોપી રાજેશ દેસાઇની સાત દિવસ પહેલા ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી બિલ્ડર્સ શૈલેષ ભટ્ટના માર્ગદર્શન હેઠળ બિટકોઈન બ્રોકરપિયુષ સાવલિયા તથા ધવલ માવાણીનું અપહરણ કરી બળજબરીથી 155 કરોડના કિંમતના આરોપીઓએ કરાવી લીધા હતા.
આ કેસમાં ઘણા સમયથી પોલીસની પહોંચથી દૂર રહેલા આરોપી રાજુ દેસાઈ ધરપકડ કરી સીઆઈડી ક્રાઈમે પહેલા પાંચ દિવસ રિમાન્ડ મેળવ્યા હતા ત્યારબાદ આરોપીના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂરી આપી હતી.
આજે સીઆઇડી ક્રાઇમે આરોપી રાજુ દેસાઈના વધુ રિમાન્ડની માંગ કર્યા વગર ઇન્ચાર્જ કોર્ટમાં કોર્ટ કસ્ટડીનો રિપોર્ટ સાથે રજૂ કર્યો હતો. જેથી કોર્ટે આરોપી રાજુ દેસાઈ લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.