સુરતમાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ત્રણ ગણુ વધારાયું
- મનપાએ 995 માઇક્રો ક્લસ્ટર બનાવ્યા
સુરત, તા. 20 જુલાઈ 2020 સોમવાર
સુરત શહેરમાં અમદાવાદ બાદ સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાને લઇને બનેલી આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનપા દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
સુરત મનપાએ શહેરમાં 995 માઇક્રો કલસ્ટર બનાવ્યાં છે. આમ તંત્ર દ્વારા આ માઇક્રો કલસ્ટરમાં કડકાઇથી અમલ શરૂ કરવામાં આવશે. આ અંગે મનપા કમિશ્નરે મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું. મનપા દ્વારા માઇક્રો કલસ્ટરમાં 300થી 500 લોકોને આવરી લેવામાં આવ્યાં છે.
માઇક્રો કલસ્ટરમાંથી બહાર નીકળનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરત શહેરમાં વધતા કેસને લઇને તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. શહેરમાં વધતા કેસને લઇને મનપા દ્વારે વધુ ટેસ્ટિંગની રણનીતિ અપનાવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા ત્રણ ગણુ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટિંગ વધતા કોરોનાના કેસમાં વધારો સંભવ જોવા મળશે.તંત્ર દ્વારા નિયંત્રણ માટે રોજ 5 હજાર રેડીડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યાં છે. ખાંસી, શરદી, તાવના તમામ દર્દીના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. તંત્ર દ્વારા ઝોન પ્રમાણે હેલ્થ સેન્ટર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં ધન્વંતરી રથા દ્વારા ઘરે જઇ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.