mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સુરતમાં રાંદેરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તાપી નદીના પાણી ઘુસી ગયા

Updated: Sep 18th, 2023

સુરતમાં રાંદેરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તાપી નદીના પાણી ઘુસી ગયા 1 - image

- સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે કેવડા ત્રીજની પૂજા માટે આવેલી મહિલાઓએ ઓટલા પર પૂજા કરવી પડી

- દર વર્ષે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે કેવડા ત્રીજ ની પૂજા થાય છે પુજારીએ મહિલાઓને સલામત સ્થળે પૂજા કરવા કરી વિનંતી

સુરત,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

ગણેશ ચતુર્થી પહેલા આવતી કેવડા ત્રીજના દિવસે રાંદેર વિસ્તારની મહિલાઓ રાંદેરના ઐતિહાસિક સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરવા મોટી સંખ્યામાં પહોંચે છે. જોકે, આ વર્ષે મહિલાઓ પૂજા માટે પહોંચે તે પહેલા ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી મંદિરની ચારેય તરફ પહોચી જતાં મહિલાઓને પુજા અર્ચના માટે મુશ્કેલી પડી હતી. સ્થિતિ જોઈને મંદિરના પુજારીએ મહિલાઓને સલામત સ્થળે પૂજા કરવા કરી વિનંતી કરી હતી. 

ઐતિહાસિક વારસો ધરાવતા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી નદીના તટે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આ મંદિરમાં આમ તો 365 દિવસ પૂજા થાય છે પરંતુ ગણેશ સ્થાપના એક દિવસ પહેલાં એટલે કે કેવડા ત્રીજના દિવસે મહિલાઓ આ મંદિરે ખાસ પુજા માટે મોટી સંખ્યામાં પહોંચે છે. જોકે, આ વર્ષે તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમમાંથી ગઈકાલે રાત્રીના સમયે 2.97 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીના પાણી આ મંદિરની આસપાસ ફરી વળ્યા હતા જેના કારણે કેવડા ત્રીજની પૂજા દોખમી બની હતી.

 તાપી નદીનું પાણી મહાદેવજીને અભિષેક કરતું હોય તેમ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સુધી પાણી પહોંચી ગયું હતું. રાંદેરના પાંચ પીપળા ખાતે આવેલા આ મંદિરની આસપાસ પાણી આવી જતાં મંદિરે કેવડા ત્રીજની પુજા માટે આવેલી મહિલાઓ નિરાશ થઈ હતી અને તેમને અનેક મુશ્કેલી પડી હતી, સ્થિતિ જોઈને મંદિરના પુજારીએ મહિલાઓને મંદિર બહાર ઓટલા પર પૂજા કરવા માટે વિનંતી કરી હતી. આટલું પાણી હોવા છતાં દરવર્ષની જેમ મોટી સંખ્યામાં મહિલાઓએ કેવડા ત્રીજની પુજા આ મંદિરે કરી હતી.

Gujarat