સુરતમાં કોઝવે 10 મીટરની નજીક પહોચતા તાપી નદીના વોક-વે અને રિવરફ્રન્ટમાં પાણી ઘૂસ્યા
- જ્યાં શનિવારી બજાર ચાલતું હતું તે ઝૂંપડાઓમાં પણ પાણી ફરી વળ્યા, ભરી માતા ફ્લડ ગેટ બંધ કરાયો
સુરત,તા.20 જુલાઈ 2022,બુધવાર
સુરતમાંથી પસાર થતી તાપી નદીના ઉપર વાસમાં સતત પડતા વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી બે લાખ પાણી છોડાતા તાપી નદી કિનારે બનાવવામાં આવેલા વોકવે અને રિવરફ્રન્ટમાં પાણી ઘૂસી ગયા છે. જોકે આટલા પાણીથી સુરતમાં પાણી પ્રવેશવાની શક્યતા નહિવત છે. ફ્લોરગેટ બંધ થાય તો પાણી વેચવા માટે પાલિકાએ ડીવોટરીંગ પંપ મૂક્યા છે.
તાપી નદી પર બનાવવામાં આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીનો આવરો વધી રહ્યો છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલ રાતથી પાણી છોડવાની શરૂઆત કરી ત્યારબાદ આજે બે લાખ ક્યુ ક્યુસેક પાણી તાપી નદીમાં આવી રહ્યું છે. જેને કારણે કોઝ વે ની સપાટી 10 મીટર પર પહોંચી ગઈ છે. કોઝવેની સપાટી વધતા ભરીમાતા ફલગેટ બંધ કરાયો છે. આ ઉપરાંત પાલિકાએ તાપી નદી ખાતે બનાવેલા વોકવે અને રિવરફ્રન્ટમાં પણ પાણી ઘૂસી ગયા છે.
પાલિકા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આટલા પાણીથી શહેરમાં પાણી પ્રવેશવાની શક્યતા નહિવત છે. પરંતુ ફ્લોરગેટ બંધ થતા પાણી બેક મારે તેને તાપી નદીમાં ઠાલવવા માટે ડીવોટરીંગ પંપ મૂકી દેવાયા છે.