Get The App

સિઝનમાં પ્રથમવાર તાપી જિલ્લાનો ગાયકવાડી ડોસવાડા ડેમ છલકાયો

- ડેમની ઉંચાઈ 123.46 મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે

- સિંચાઇનો લાભ લેતા 8 ગામના ખેડૂતોમાં આનંદ

Updated: Jul 27th, 2019

GS TEAM

Google News
Google News
સિઝનમાં પ્રથમવાર તાપી જિલ્લાનો ગાયકવાડી ડોસવાડા ડેમ છલકાયો 1 - image


વ્યારા, તા. 27 જુલાઈ 2019, શનિવાર

તાપી જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી સારો વરસાદ રહેતા સોનગઢ તાલુકાનાં ડોસવાડા ખાતે આવેલ ગાયકવાડી શાસનનો ડોસવાડા ડેમ સિઝનમાં પ્રથમવાર તેની સપાટી ૧૨૩.૪૬ મીટરથી ઉપર છલકાયો છે. જેને પગલે સિંચાઈનો લાભ લેતા ૮ જેટલા ગામોનાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.

સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામે ગાયકવાડનાં શાસનમાં ડેમ બનાવામાં આવ્યો હતો. જે ચોમાસામાં ભરાતા ખેડૂતોને સિંચાઈ મોટે પાણીનો લાભ મળે છે. રાજ્ય સરકાર દ્વારા સહેલાણીઓ ડોસવાડા ડેમની મુલાકાત લે અને ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યની મઝા માણે તે હેતુથી ડોસવાડા ડેમને પર્યટન સ્થળ તરીકે પણ વિકસીત કરાયો છે. જ્યાં પર્યટકો દૂર-દૂરથી આવી રહ્યાં છે. હાલ છેલ્લા ચાર પાંચ દિવસથી તાપી જિલ્લામાં સારો વરસાદ પડયો છે. નદી-નાળા પણ ભરાયા છે. ત્યારે સિઝનમાં પ્રથમવાર ડોસવાડાનો ગાયકવાડી ડેમ પણ છલકાયો છે. 

શનિવારે તેની ૧૨૩.૪૬ મીટરની સપાટી વટાવી પાણી ઉપરથી પસાર થતું હતું. ઉપરવાસમાં પાણી પડતાં પ૮ ક્યુસેક જેટલું પાણીની આવક રહી હતી. તેટલી જ પાણીની પણ જાવક થતાં આગળ પડતાં ગામોનાં ચેકડેમોમાં પાણી ઘટતા સોનગઢ અને વ્યારા તાલુકાનાં ખરસી, ખાંજર, વાઘઝરી, ચીખલી, ખડકા ચીખલી, ખેડૂતો માટે પાક લેવો મુશ્કેલ બનશે. જ્યારે સિઝનમાં પ્રથમવાર ડોસવાડા ખાતેનો ગાયકવાડી ડેમ છલકાતા આસપાસનાં સિંચાઈનો લાભ લેતા ખડૂતો માટે આનંદનાં સમાચાર છે. 

Tags :