Get The App

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા બહાર વિપક્ષનો મોઢા પર કાળી પટ્ટી બાંધી વિરોધ

Updated: Aug 26th, 2022

GS TEAM


Google News
Google News
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા બહાર વિપક્ષનો મોઢા પર કાળી પટ્ટી બાંધી વિરોધ 1 - image

સુરત,તા.26 ઓગસ્ટ 2022,શુક્રવાર

પાલિકાની  સામાન્યસભાનો આમ આદમી પાર્ટી દ્રારા બહીષ્કાર કરવામાં આવ્યો હતો. વિપક્ષ નેતા સહીતના આપના સભ્યો પ્લેકાર્ડ સાથે સભાખંડની બહાર ધરણા પર બેસી ગયા હતા અને મોઢા પર કાળી પટ્ટી બાંઘીને ગાંધી ચિનંધ્યામાર્ગે સામાન્યસભાનો વિરોધ કર્યો હતો.

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા બહાર વિપક્ષનો મોઢા પર કાળી પટ્ટી બાંધી વિરોધ 2 - image

સુરત મહાનગર પાલિકાની જુલાઈ માસમાં મળેલી સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધડે ભાજપના નેતા માટે અભ્રદ્ર ભાષાનો પ્રયોગ કરતા સભા તોફાની બની હતી. ભાજપના સભ્યોએ વિરોધ નોધાવતા મેયર હેમાલીબોઘાએ આપના સભ્યને શબ્દ પાછા ખેચવા કહયું હતુ. આપના કોર્પોરેટરોએ બોલવાનું ચાલુ રાખતા મેયર અકળાયા હતા અને આપના તમામ સભ્યોને બે સામાન્ય માટે સસ્પેન્ડ કરવાનુ રૂલીગ આપ્યું હતું. 

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા બહાર વિપક્ષનો મોઢા પર કાળી પટ્ટી બાંધી વિરોધ 3 - image

મેયરના રૂલીગને પગલે આજે મળેલ મનપાની સામાન્યસભાનો આમ આદમી પાર્ટીએ બહીષ્કાર કર્યો હતો. સભા શરૂ થતાની સાથે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહીતના સભ્યો પાલિકાના સભા ખંડની બહાર પ્લોકાર્ડ સાથે ઉભા રહી ગયા હતા. સભ્યોએ મોઢા પર કાળી પટ્ટી બાધીને વિરોધ નોધાવ્યો હતો. લોકશાહીની હત્યા બંધ કરો, આ સામાન્યસભા છે મેયરનો અંગત દરબાર નથી, જનમતનો અવાજ દબાવવનો બંધ કરો સહીતનું લખાણ પ્લેકાર્ડ પર કરવામાં આવયું હતું.

Tags :