Get The App

આમ આદમી પાર્ટીની એક વિકેટ ખરી: સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી

Updated: Nov 16th, 2022

GS TEAM

Google News
Google News
આમ આદમી પાર્ટીની એક વિકેટ ખરી: સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી 1 - image

સુરત,તા.16 નવેમ્બર 2022,બુધવાર

સુરતની પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ઉમેદવાર કંચન જરીવાલાએ આજે રહસ્યમય સંજોગોમાં ઉમેદવારી પાછી ખેંચી લેતા ૧૬ વિધાનસભા બેઠકમાંથી આપની એક વિકેટ ડુલ થઈ છે.

 સુરતની પૂર્વ બેઠક પર મંગળવારે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમ્યાન ભાજપના ઉમેદવારે ફોર્મ મંજૂરી સામે વધો લીધો હતો. જેના કારણે બે-ત્રણ કલાક સુનાવણી રજૂઆત થયા બાદ આખરે ચૂંટણી અધિકારીએ ફોમ મંજૂર કરતા વિવાદ શાંત પાડ્યો હતો.

દરમ્યાન આજે સવારથી જ આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સાથે ગાયબ થઈ ગયા હતા જે અંગે આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી એ પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સાથે ગાયબ થઈ ગયા છે.  આ બાબત અંગે પૂર્વ વિધાનસભાના અધિકારીનો સંપર્ક કરતા આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલ ગુરૂવારે ઉમેદવારી ખેચવાની છેલ્લી તારીખ હોવાથી હજુ કોણ ખેંચે છે. તેને લઈને તેમજ આપના ઉમેદવારે શા માટે ઉમેદવારી પછી ખેંચી લીધી તે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.


Tags :