સુરતમાં ઝાડુ છોડી કમળ પકડેલા કોર્પોરેટરે કેસરિયો રાગ આલાપ્યો : "કોન કહેતા હૈ વિપક્ષ તોડ નહીં કરતા, જકાતનાકે તે તોડ પે તોડ કરતા હૈ"
- આપમાંથી ભાજપમાં આવેલા કિરણ ખોખારીએ વિપક્ષની પોલ ખોલી, આપ હવે પાર્ટી નહીં ઉભરી બજાર થઈ ગઈ છે તેવું કહેતા હોબાળો
સુરત,તા.25 ઓગસ્ટ 2023,શુક્રવાર
સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટર્મ પૂરી થાય તેની છેલ્લી સામાન્ય સભામાં ઝાડુ છોડીને કમળ પકડી ભાજપમાં આવેલા કોર્પોરેટરએ કેસરિયો રાગ આલાપ્યો હતો. તેઓએ વિપક્ષ પર સીધા આક્ષેપ કરતા કહ્યું હતું કે કોણ કહેતા હૈ વિપક્ષ તોડ નહીં કરતા હું તો જકાતનાકા પે તોડ પે તોડ કરતા હૈ. આ ઉપરાંત આપ પાર્ટી નહિ પરંતુ ઉભરી બજાર થઈ ગઈ છે તેવો આક્ષેપ કર્યો હતો. સુરતમાં નગરપાલિકાની ચૂંટણી બાદ આપમાંથી જીતેલા કિરણ ખોખરી છેલ્લા કેટલાક વખતથી ભાજપમાં આવી ગયા છે. ભાજપમાં આવ્યા છે ત્યારથી વિપક્ષને આડે હાથ લઈ રહ્યા છે. કઈ સામાન્ય સભામાં કેટલાક કોર્પોરેટરોને ઝાટકી નાખ્યા હતા ત્યારબાદ આ સભામાં તેમણે વિપક્ષના કોર્પોરેટરો પ્રમાણિકતાનો ડોળ કરી રહ્યા છે તેઓ આક્ષેપ કરતા હૈ વિપક્ષ તો નહીં કરતા જકાતનાકાપે આવો તોડ પે તોડ કરતા હૈ. અમને એવું લાગ્યું કે દાળમાં કાળું નહીં પરંતુ દાળ જ કાળી છે એટલે અમે યોગ્ય સમયે આ કાળી દાળ છોડીને યોગ્ય જગ્યાએ આવી ગયા છે. તેમણે સીધો આક્ષેપ આમ આદમી પાર્ટી હવે પાર્ટી રહી જ નથી એ ઉભરી બજાર થઈ ગઈ છે. આવું બોલતાની સાથે જ વિપક્ષના કોર્પોરેટરે હોબાળો મચાવ્યો હતો. અને કેટલાકે ખોખારી પર એવો આક્ષેપ કર્યો હતો કે આની ઇમેજ એવી છે કે કોઈ એને માવો પણ ઉધાર નથી આપતા, આ મુદ્દે પણ ભારે હોબાળો થયો હતો.