Get The App

સુરત પાલિકાના PPPની ઘેલછાના કારણે 2019 થી કતારગામ સ્કેટિંગ રિંગ બંધ : સ્કેટિંગ રિંગ ખંડેર બની

Updated: May 5th, 2023

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાના PPPની ઘેલછાના કારણે 2019 થી કતારગામ સ્કેટિંગ રિંગ બંધ : સ્કેટિંગ રિંગ ખંડેર બની 1 - image


- સુરતમાં સ્પોર્ટ્સ કલ્ચર વધારવા માટે મોટી મોટી જાહેરાત પણ 2019 થી કતારગામ સ્કેટિંગ રિંગ બંધ

2005માં મોટા ઉપાડે સ્કેટિંગ રિંગ બનાવવામા આવી હતી પરંતુ થોડા વર્ષોમાં જ તેની જાળવણી પાલિકાને ભારે પડી રહી છે  : ખંડેર સ્કેટિંગ રીગને તાળા લાગ્યા અસામાજિક તત્વોનો અડ્ડો

સુરત,તા.5 મે 2023,શુક્રવાર

સુરતમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ વર્ષ 2005માં કતારગામ ખાતે સ્કેટિંગ રિંગ બનાવી હતી. પરંતુ હવે પાલિકા માટે આ સ્કેટિંગ રિંગની જાળવણી ભાર બની ગઈ હોય ત્યારે પાલિકા પીપીપી મોડલ પર સ્કેટિંગ રિંગનો વહીવટ ચલાવવા આયોજન કરી રહી છે. પાલિકાની પીપીપી મોડલની જીદને કારણે 2019 થી આ સ્કેટિંગ રિંગ ખંડેર બની ગઈ છે. એટલું જ નહીં પણ ખંડેર સ્કેટિંગ રીગને તાળા લાગ્યા અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની રહ્યો છે તેવી ફરિયાદ બહાર આવી છે. 

સુરત શહેર વિસ્તારમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ અલાયદો સ્પોર્ટ્સ સેલની પણ રચના કરવામા આવી છે. આ સેલ દ્વારા શહેરમાં વિવિધ એક્ટિવિટી કરવામા આવે છે પરંતુ કામગીરીના ભારણને કારણે હવે સ્પોર્ટ્સ સેલ માટે પાલિકાના મોટા પ્રોજેક્ટ ચલાવવા માટે મુશ્કેલ બન્યા છે. જેના કારણે પાલિકા કેટલાક ગાર્ડન અને સ્વીમીંગ પુલ સાથે સાથે સ્કેટીંગ રીંગને પણ પીપીપી મોડલ પર આવવા માટે આયોજન કરી રહી છે.

જોકે, પાલિકા પીપીપી મોડલ માટે એટલી બધી ઘેલી બની ગઈ છે કે, અનેક ઈવેન્ટ થતી હતી તેવા કતારગામ સ્કેટિંગ રિંગને પીપીપી મોડલ પર લઈ જવા માટે કોરોના પહેલાં જ પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવી હતી. આ સ્કેટિંગ રિંગને પીપીપી મોડલ પર આપવાની હોવાથી 2019થી સ્કેટિંગ રિંગના દરવાજાના તાળા મારી દેવાયા છે. આટલું જ નહીં પરંતુ ડમ્પિંગ ગ્રાઉન્ડ હોય તેમ અહીં બિલ્ડીંગ મટીરીયલ્સના ઢગલા કરી દેવામાં આવ્યા છે. સ્કેટિંગ રિંગ બંધ થતાં આસપાસના લોકો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલાઓએ અનેક વખત આ રીંગ શરુ કરવા માટે માગણી કરી છે પરંતુ પાલિકા તંત્રએ હજી પણ સ્કેટિંગ રિંગને પીપીપી મોડલ પર શરૂ કરવા માટે નક્કર કામગીરી કરી નથી.

Tags :