સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : તહેવારમાં મીઠાઈ બને તે પહેલાં પાલિકાએ માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા
- દુધના માવાના સેમ્પલ લઈને ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી અપાયા, રિપોર્ટમાં નેગેટિવ આવે તો પગલાં ભરાશે
સુરત,તા.24 ઓગસ્ટ 2023,ગુરૂવાર
શ્રાવણ માસની શરૂઆત સાથે રક્ષાબંધન સાથે અનેક તહેવારની શરૂઆત થઈ ગઈ છે. રક્ષાબંધનના તહેવારના લઈને સુરત પાલિકાએ મીઠાઈ માટે ઉપયોગમાં આવતા માવાના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. દરેક ઝોનમાં માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે જેમાં રિપોર્ટ નેગેટિવ આવે તો પગલાં ભરવા માટેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : તહેવારમાં મીઠાઈ બને તે પહેલાં પાલિકાએ માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા#Surat #SuratCorporation #FoodDepartment #FoodDepartmentofSMC #FestivalSeason pic.twitter.com/vOBgVz31ac
— Gujarat Samachar (@gujratsamachar) August 24, 2023
આગામી દિવસોમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણીમાં શહેરમાં હજારો કિલો મીઠાઈનું વેચાણ થાય છે. આ મીઠાઈમાં ઉપયોગમાં લેવામા આવતો માવો ખરાબ હોય તો લોકોના આરોગ્ય સામે જોખમ રહે છે. સુરતીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને પાલિકાના ફૂડ વિભાગે આજે શહેરમાં દુધના માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જે કોઈ દુકાનમાંથી લીધેલા સેમ્પલ તપાસમાં નિષ્ફળ જશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ફુડ વિભાગે જણાવ્યું છે.