video: સુરત બારડોલી હરિપુરા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ
સુરત, તા. 26 ઓગસ્ટ 2019 સોમવાર
ઉકાઈ ડેમમાંથી હાલ 1.11 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેને પગલે સુરત બારડોલી હરિપુરા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
ઉકાઈ ડેમમાંથી ફરી તાપીમાં પાણી છોડાતાં તાપી નદીમાં પુરની પરિસ્થિતિ બારડોલી તાલુકાનાં હરિપુરા ગામે તાપી નદી પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.
લો લેવલ કોઝવે પાણીમાં ગરક થતાં 10 ગામોનો બારડોલીના મુખ્ય માર્ગનો ટૂંકો સીધો માર્ગ સંપર્ક વિહોણો બન્યો છે.