સુરતઃ લંબે હનુમાન રોડ પર દબાણ હટાવા આવેલા પાલિકાના અધિકારીઓ લારી સાથે મોંઘુ શાકભાજી પણ લઇ ગયા
સુરત, તા. 21 ડિસેમ્બર 2019, શનિવાર
શહેરના લંબે હનુમાન રોડ પર વસંત ભીખાની વાળી પાસે ભરાતી શાક માર્કેટમાં મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવાની કામગીરી દરમ્યાન શાકભાજી વિક્રેતાઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી.
શાકભાજીના વિક્રેતાઓના કહ્યું કે કોર્પોરેશનના અધિકારીઓ લારી તો લારીઓ તો ઉઠાવી લઇ ગયા પરંતુ સાથે મોંઘું શાકભાજી પણ સાથે લઈ ગયા.
શાકભાજીના વિક્રેતાઓનો આરોપ છે કે સ્થાનિક કોર્પોરેટરના કહેવા પર અમારી રોજીરોટી પર લાત મારવામાં આવી છે. શાકભાજીના ભાવ હાલ આસમાને છે ત્યારે લારી-ગલ્લા સાથે શાકભાજી પણ લઈ જતા લોકો હતાશ છે.