સુરત: ઉધના રેલવે સ્ટેશન ઉપર યાત્રી પ્રતિક્ષાલયનું જીએમએ ઉદ્ઘાટન કર્યું
(પ્રતિનિધિ દ્વારા) સુરત તા. 28 ગુરૂવાર ફેબ્રુઆરી 2019
પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સ્ટેશનના ઇન્સ્પેકશન અનુસંધાને અત્રે આવેલા જીએમ એ. કે. ગુપ્તાએ ઉધના રેલવે સ્ટેશને યાત્રી પ્રતિક્ષાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉધના રેલવે સ્ટેશને આરક્ષણ બિલ્ડિંગમાં ચાર અલગ-અલગ શ્રેણીના યાત્રી પ્રતિક્ષાલય બનાવવામાં આવ્યા છે.
ઉધના રેલવે સ્ટેશને બીજી સુવિધાઓ પણ પણ ઉભી કરવામાં આવી રહી છે. ઉધના યાર્ડમાં સાઇડ પર ઉભી રહેતી ટ્રેનોમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોવાથી સીસીટીવી કેમેરાઓ પણ મૂકવામાં આવ્યા છે.
ઉધના રેલવે સ્ટેશનના પરિસરમાં એક હજાર જેટલા છોડવાઓ વાવવાનું નક્કી કરાયું છે અને એ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ માટે સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓનો સહયોગ મેળવવામાં આવ્યો છે.