સુરત: લોકડાઉનમાં ભેસ્તાનની શિવનગર સોસાયટીના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમતા છ ઝડપાયા
સુરત, તા. 09 મે 2020 શનિવાર
લોકડાઉન હોવા છતાં સુરતના ભેસ્તાનની શિવનગર સોસાયટીના ગ્રાઉન્ડમાં ગતરાત્રે વોલીબોલ રમતા છ સ્થાનિક યુવાનોને પાંડેસરા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા પોલીસ ગતરાત્રે 8 વાગ્યે પેટ્રોલીંગ દરમિયાન ભેસ્તાન શિવનગર સોસાયટીમાં પહોંચી તપ ત્યાં ગ્રાઉન્ડમાં છ યુવાનો વોલીબોલ રમતા મળ્યા હતા.
લોકડાઉન હોવા છતાં ઘરની બહાર નીકળી પોતાની સોસાયટીના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમતા 38 વર્ષીય સત્યમ દિલીપભાઈ દેસાઈ ( રહે. ઘર નં.86 ), 39 વર્ષીય અનીશ ધનજીભાઈ પટેલ ( રહે. ઘર નં.103 ), 27 વર્ષીય મિલન મનોજભાઈ ચાવડા ( રહે. ઘર નં.128 ), 39 વર્ષીય જીગ્નેશ ઈશ્વરભાઈ ગોવાલબંસ ( રહે. ઘર નં.139 ), 48 વર્ષીય કિશોરભાઈ શાંતિભાઈ પટેલ ( રહે. ઘર નં.50 ) અને 26 વર્ષીય જીગર નટવરલાલ પટેલ ( રહે. ઘર નં.66 ) ને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે તમામ વિરૂદ્ધ લોકડાઉન ભંગ અંગેનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.