માજી મેયરના નિધનના કારણે આજે પાલિકા કચેરી સમિતિની સ્કૂલમાં રજા


- આજની રજા જોડાતા સુરત મ્યુનિ.માં ત્રણ દિવસની રજા : આવશ્યક  સેવાની કામગીરી ચાલુ રહેશે

સુરત,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

સુરતના માજી મેયર પ્રતાપ કંથારિયા (વર્ષ 8-2-89થી 8-2-1990) નું આજે નિધન થતાં આજે શુક્રવારે સુરત મ્યુનિ. કચેરી તેમના માનમાં બંધ રાખવામાં આવશે. પાલિકા કચેરી સાથે સાથે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પણ રજા જાહેર કરવામા આવી છે. 

જોકે, આ રજા દરમિયાન સુરત પાલિકાના આવશ્યક સેવા એવી ફાયર, પાણી ગટર અને સફાઇની કામગીરી રાબેતા મુજબ ચાલશે. આજે શુક્રવારે પાલિકામાં રજા જાહેર કરી દેવાતાં સુરત પાલિકામાં ત્રણ દિવસની એક સાથે રજા થઈ જશે.

City News

Sports

RECENT NEWS