Get The App

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર સહિત 62 કર્મચારીઓની ભરતીની મંજુરી મળી

Updated: Dec 7th, 2019

GS TEAM


Google News
Google News
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર સહિત 62 કર્મચારીઓની ભરતીની મંજુરી મળી 1 - image

સુરત, તા, 7 ડિસેમ્બર 2019 શનિવાર

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર, ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સહિતના 62 કર્મચારીઓની સરકાર દ્વારા નવી ભરતી કરવા માટે મંજૂરી મળી છે.

નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર ગણેશ ગોવેકરએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં નવી સિવિલ હોસ્પિટલમાં 62 કર્મચારીઓની સરકાર દ્વારા નવી ભરતી કરવા માટે મંજૂરી મળી છે. જેમાં 5 મેડિકલ ઓફિસર, 6 ફાર્માસિસ્ટ, 8 ઓટી આસિસ્ટન્ટ, 12 વિવિધ વિભાગના ટેકનિશિયન, 3 બાયો મેડિકલ એન્જિનિયર, 5 મેડિકલ ઓફિસર,1 વહીવટી અધિકારી સહિત 62 કર્મચારીઓની આગામી દિવસોમાં નવી ભરતી થશે. જેનાથી આગામી દિવસોમાં દર્દીઓને તકલીફ દૂર થશે અને વહીવટી કામગીરીમાં ભારણ ઓછું થશે.

નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં રોજના 250થી 300 દર્દીઓ વિવિધ પ્રકારની તકલીફોની સારવાર માટે આવે છે. તેવા સમયે મેડિકલ ઓફિસર સહિતના ડૉક્ટરો દર્દીને સારવાર આપે છે.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

જોકે હાલમાં સરકાર દ્વારા પાંચ મેડિકલ ઓફિસરની મંજૂર કરાય છે. આ સાથે સ્ટેમસેલ અંગે સ્થગિત થઈ ગયેલી ચાર મેડિકલ ઓફિસરની પોસ્ટને ફરી મંજૂરી મેળવવા માટે લેખિતમાં આરોગ્ય વિભાગની રજૂઆત કરશે.


Tags :