For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ સર્કિટ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે કરી બેઠક

Updated: Mar 23rd, 2023

Article Content Image

સુરત,તા.23 માર્ચ 2023,ગુરૂવાર

માનહાનીના કેસમાં સુરતના કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજારનો દંડ જાહેર કરાયા બાદ રાહુલ ગાંધીએ અપીલમાં જવા માટે મુદત માંગી હતી અને જામીન પણ મળી ગયાં હતા. ત્યાંથી તેઓ અઠવાલાઈન્સ સર્કિટ હાઉસ ખાતે ગયા હતા અને ત્યાં ગુજરાતના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી.

કોટ દ્વારા રાહુલ ગાંધીને સજા જાહેર કર્યા બાદ તેઓને ત્વરિત જામીન મળી ગયા હતા. જામીન મળ્યા બાદ રાહુલ ગાંધી કોર્ટ નજીક આવેલા અઠવાલાઈન્સ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, અજુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર તથા સુરત કોંગ્રેસના કેટલાક નેતાઓ સર્કીટ હાઉસ પહોંચ્યા હતા જેમની સાથે કેટલાક એડવોકેટ પણ હતા ત્યાં રાહુલ ગાંધીએ ટૂંકી મુલાકાત કરી હતી. આ ટૂંકી મુલાકાત બાદ તેઓ સુરતની એક ખાનગી રેસ્ટોરન્ટ જે ગુજરાતી વાનગીઓ પીરસે છે ત્યાં ભોજન લેવા માટે ગયા અને ત્યાંથી દિલ્હી જવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા.

વધુ વાંચો : માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર, બે વર્ષની સજા સંભળાવાઈ, જામીન પણ મળી ગયા

Gujarat