(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 માર્ચ 2019 સોમવાર
વરાછા પોલીસે મારુતિચોક વિસ્તારના એક મકાનમાં છાપો મારી ત્યાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે સ્થળ ઉપરથી છ બાંગ્લાદેશી યુવતી, સ્પાના બહાને ગ્રાહકોને બોલાવી સેક્સ રેકેટ ચલાવતા સંચાલક અને તેની મદદ કરતા એક વ્યક્તિને ઝડપી પાડી કુલ આઠ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


