સુરત, તા. 12 સપ્ટેમ્બર 2020, બુધવાર
કોરોનાને કારણે ઈમ્યુનિટી અને ગિલોઈ શબ્દ ઘણો ચર્ચિત બન્યો છે અને કોરોનાના મુખ્ય લક્ષણોમાં શરદી-ખાંસી મહત્વના છે ત્યારે સુરતના એક ક્લબ દ્વારા 40 સોસાયટીઓમાં 80થી વધુ ગિલોઈના છોડ રોપવામાં આવ્યા છે.
ગિલોઈ શરદી અને ખાંસીમાં ઔષધિનું કામ કરે છે તેમજ તેના પાનને પીસીને તેનો અર્ક કાઢવામાં આવે તો શરદી ખાંસી સાજા થઈ શકે છે. જેને લઈને લોકોમાં આ છોડ અને તેના ગુણ વિશે જાગૃતિ આવે એ હેતુથી ડો.અરુણ લાહોટીએ સભ્યો સાથે મળીને સુરતની અલગ-અલગ 40 સોસાયટીઓમાં 80થી વધુ ગિલોઈના છોડ વાવ્યા છે. આ સાથે તુલસી લીમડો જેવા અન્ય વૃક્ષોના છોડ મળીને કુલ 400 જેટલા વૃક્ષો વાવ્યા છે.
ડો.અરુણ લાહોટીએ કહ્યું કે, અમે દર વર્ષે વૃક્ષો વાગે છે પરંતુ આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને ગિલોઈના છોડને મહત્વ આપ્યુ છે. લોકોમાં જાગૃતતા આવે એ હેતુથી કોરોનાકાળમાં ઈમ્યુનિટી વધારવા માટે આશરે 50 દિવસ જેટલો સમય ગાળામાં આ વૃક્ષોના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.


