સમય જતાં ઘારીના ટેસ્ટ બદલાયા પણ સુરતી ફરસાણ(ભુસા)નો ટેસ્ટ યથાવત
- મીઠી ઘારીને તીખા ભુસાનો સંગમ એટલં ચંદની પડવો
- સુરતીઓ માટે સેવ. ચેવડો, તિખા-મોરા ગાંઠીયા, મીઠી કણી અને ચણાની દાળ ભેગી કરી બનતું ભુસુ ઘારી સાથે ખાવા માટે હોટ ફેવરિટ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 24 ઓક્ટોબર 2018 બુધવાર
સુરતમાં ૧૮૩૮માં ઘારીનું વેચાણ શરૂ થયું ત્યારે મીઠી ધારી સાથે સુરતી ફરસાણ ખવાતું આવ્યું છે. સ મય જતાં ઘારીના રંગ અને રૂપ સાથે ફ્લેવર્ડમાં પણ ધરખમ ફેરફાર આવ્યા છે પરંતુ સુરતી ફરસાણ ( ભુસા)નો ટેસ્ટ આજે પણ અડીખમ જોવા મળી રહ્યો છે. સુરતીઓ ચંદની પડવામાં ઘારી સાથે પેટીસ-કચોરી જેવા ફરસાણ સાથે સુરતી ભુસુ અચુક ઝાપટી જતાં હોય છે. આ દિવસોમાં ફરસાણનો ઉપાડ વધુ હોવાથી વેપારીઓએ સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.
ચંદની પડવામાં જેટલું મહત્વ ઘારીનું છે એટલું જ મહત્વ ભુસુ ( સુરતી ફરસાણ)નું પણ રહ્યું છે. ચંદની પડવામાં મીઠી મધ જેવી ઘારી સાથે તિખુ તમતમતું સુરતી ફરસાણનો ઉપાડ સૌથી વધુ થાય છે. ચોટા બજારમાં ફરસાણની દુકાન ધરાવતાં કૃણાલ ઠાકર કહે છે, ચંદની પડવામાં ઘારી સાથે ભુસુ અને વિવિધ પ્રકારના ફરસાણનું વેચાણ થાય છે. તેમાં ખાસ કરીને પેટીસ, કચોરી, સમોસા અને લીલવાના ઘુઘરા સાથે તિરંગી ઈડદાનો પણ ઉપાડ થાય છે.
અડાજણ વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતાં નરેન્દ્ર ઠક્કર કહે છે, ઘારી સાથે સુરતીઓ સેવ, ચેવડો, ગાંઠીયા, તીખી મીઠી કણી અને ચણાની દાળ મિક્સ હોય તેવું ભુસુ અચુક ખાતા હોય છે. આ દિવસમાં ભુસાની ડિમાન્ડ વધુ હોવાના કારણે તેના વેચાણ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવી પડે છે. ચંદની પડવામાં મીઠી મધ જેવી ઘારી