સ્ટેમ્પ પેપર પર છોકરીઓની હરાજી મુદ્દે CM ગેહલોતે કહ્યુ, ઘટના 2005ની છે જ્યારે રાજ્યમાં BJPની સરકાર હતી
સુરત, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર
રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં જે ચોંકાવનારી ઘટના સામે આવી છે તેને લઈ સુરત આવેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે આ ઘટના ત્યારે બની જ્યારે રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી. આ ઘટના વર્ષ 2005ની છે.
સ્ટેમ્પ પેપર પર છોકરીઓની હરાજી કરવાનો મામલો દેશભરમાં ચગી રહ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ આ મામલે એક ટીમ ભીલવાડા મોકલી છે ત્યારે સુરત ખાતે આવેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે આ સમગ્ર મામલે ભાજપ પર દોષારોપણ કર્યું છે તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના વર્ષ 2005 ની છે જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર હતી.
વર્ષ 2019માં અમારી સરકાર આવી આ ઘટનાને અમે એક્સપોઝ કરી છે. 21 લોકો જેલમાં છે અને ત્રણ લોકોના મોત થયા છે અત્યારે બે છોકરીઓ અમારી પાસે છે બાકી પોતાના ઘરે છે તેમનું ઇન્ટરવ્યુ લઈને મીડિયાએ ન્યુઝ ફ્લેશ કરી નાખ્યા. એ આખા દેશની ખબર બની ગઈ આ સ્થિતિ છે આપે ક્યારેય જોયું મીડિયાએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ કોઈ સમાચાર ચલાવ્યા હોય.