સુરત, તા.31 મે 2019, શુક્રવાર
દર વર્ષે 31મી મેના દિવસે વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે. આ વર્ષનું થીમ એટલે કે સૂત્ર તમાકુ અને ફેફસાનું સ્વાસ્થ્ય છે. ખાના દ્વારા લોકોમાં જાગૃતિ કરવામાં આવે છે.
નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડોક્ટર કમલેશભાઈ દવે જણાવ્યું હતું કે, તમાકુ ખૂબ જ નુકસાનકારક અને ઘાતક અસરો કરે છે જેથી લોકો તમાકુથી દૂર રહે જો.કે સેકન્ડહેન્ડ સ્મોક એટલે કે તમારી બાજુમાં જો કોઈપણ વ્યક્તિ ધુમ્રપાન કરતા હોય તો તેની અસર તમને પણ થઈ શકે છે. એટલે કે, ઘરમાં પિતા સિગરેટ કે બીડી પીતા હોય તેની અસર તેમના સંતાનો અને પત્નીઓને થઈ શકે છે. જેથી તેઓને પણ કેન્સર થવાની શક્યતા વધે છે.
ફેફસાનું સ્વાસ્થ્યમાં ખૂબ જ મહત્વનું છે જ્યારે હવામાં પ્રદૂષણ પ્રમાણ વધતું જાય છે ત્યારે સ્મોકિંગ ન કરવું ખૂબ જ ફાયદા કારક છે. વર્ષ 2019નું ધ્યેય સ્મોકિંગથી જોખમ થાય છે તેને ઘટાડવું અને લોકોમાં જાગૃતિ ફેલાવી જોઈએ સ્મોકિંગ કરવાથી ફેશન સ્વાસ્થ્ય બધું જોખમાય છે મોટા પ્રમાણમાં ફેફસાના રોગના કારણે મૃત્યુ થાય છે તેને અટકાવવાનું હોય તો સ્મોકિંગ કરવાનું છોડવું જોઈએ. જે વ્યક્તિએ સ્મોકિંગ કે અન્ય કોઈ વ્યસન છોડ્યું હોય તે નવી સીવીલ હોસ્પિટલમાં ઓપીડી નંબર 13 જઈ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
વધુમાં તેમણે કહ્યું હતું કે, દરેક દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે મનાવવો જોઈએ આ દિવસ નિમિત્તે માનસિક રોગ વિભાગ દ્વારા વિવિધ ઓપીડીમાં તમાકુ ખાવાથી થતી તકલીફો અંગેના પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ ડોક્ટરો દ્વારા ગરબી અને દર્દીના સંબંધીઓને તમાકુ અને સિગરેટથી થતું નુકસાન અંગે માહિતી આપી પેમ્પ્લેટ આપ્યા હતા. ત્યારે આજે સાંજે માનસિક રોગ વિભાગના રૂમમાં કેન્સરના દર્દી પોતાનો અનુભવ કરતો વિડિયો કે મુવી બતાવવામાં આવશે.


