Get The App

સાત સમંદર પારથી આવેલા વિદેશીઓ સુરતમાં ગરબાના તાલે ઝુમ્યા

Updated: Sep 30th, 2022

GS TEAM


Google News
Google News
સાત સમંદર પારથી આવેલા વિદેશીઓ સુરતમાં ગરબાના તાલે ઝુમ્યા 1 - image

સુરત,તા.30 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

ગુજરાતમાં હાલ નવરાત્રી મહોત્સવને લઈ ઉત્સાહ જોવા મળી રહયો છે ગરબાના તાલે ખેલૈયા ઝૂમી રહ્યા છે ત્યારે સાત સમંદર પારથી આવેલા વિદેશીઓ પણ નવરાત્રીના પર્વ પર જાણે ગુજરાતી થઈ ગયા છે સુરતમાં ફ્રાન્સથી આવેલા બે વિદ્યાર્થીઓ એવી રીતે ગરબા કરે છે કે ભલભલા જોઈને પણ આશ્ચર્યમાં મુકાઈ જાય..

રોટરી ક્લબ એજ્યુકેશન એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ફ્રાન્સ થી સુરત આવેલા બે વિદેશી વિદ્યાર્થીઓને નવરાત્રી નો પર્વ આટલી હદે ગમી ગયો છે કે તે નવ દિવસ સુધી ગરબા કરવા માટે ખાસ ગરબાના અનેક સ્ટેપ પણ શીખી લીધા છે. શાલી અને હુસેન પોતાના દેશથી હજારો કિલોમીટર દૂર ભારત આવ્યા છે અને ખાસ કરીને ગુજરાતના સુરત શહેરમાં રહીને તેઓ ભારતીય સંસ્કૃતિ થી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે માત્ર બે જ મહિના થયા છે પરંતુ ફ્રાન્સથી આવેલા હુસેને ગુજરાતી પણ શીખી લીધી છે પહેલા ગણેશ ઉત્સવની રંગતમાં રંગાઈ ગયા હતા અને હાલ ગરબાના અનેક સ્ટેપ પણ શીખી રહ્યા છે.

હુસેનની ગુજરાતી ભાષા સાંભળીને કોઈપણ વ્યક્તિને આશ્ચર્ય થઈ જશે કે માત્ર બે મહિનામાં ઘણી બધી ગુજરાતી તેને સારી રીતે શીખી લીધી છે. હુસેને કહ્યું કે મને ગરબા ખૂબ જ ગમી ગયા છે આ શીખવામાં થોડી મુશ્કેલી આવી હતી પરંતુ હાલ ગરબા રમીને મજા આવી જાય છે અગાઉ ગણેશ ઉત્સવ ઉજવણી કરી હતી હિન્દુ સંસ્કૃતિ થી હું પ્રભાવિત થયો છું આ સાથે મને ભારતીય વ્યંજન પણ ખૂબ ગમી ગયા છે કારણ કે તે ખૂબ જ તીખા અને મસાલેદાર હોય છે અહીંના લોકો ખૂબ જ સારા છે જ્યારે હું મારા પરિવાર થી મળીશ ત્યારે ચોક્કસથી ભારતીય સંસ્કૃતિ વિષે જણાવીશ..

 શાલીએ કહ્યું કે "નવરાત્રી પર્વને હું ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહી છું પ્રથમ વાર હું ગરબા રમી રહી છું આ ખૂબ જ મજા આવી ગઈ અને ગરબા રમીને ખૂબ જ મજા આવી ગઈ હું 16 વર્ષની છું અને અહીં ભણવા આવી છું

Tags :