મ્યુનિ.ની વિવિધ મિલ્કતો પર 3000થી વધુ સીસી કેમેરા લાગશે
- પોલીસ સાથે પાલિકાના કેમેરાથી પણ નજર રખાશે
- સ્કુલ, ગાર્ડન સહિત ન્યુસન્સ સ્પોર્ટ પર સુમન આઈ પ્રોજેકટ હેઠળ કેમેરા મુકીને ભાવી આઈટીએમએસી સિસ્ટમ હેઠળ જોડાશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 6 જાન્યુઆરી 2018, રવિવાર
સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે કેમેરા ગોઠવવામાં આવ્યા છે ત્યારે હવે સુરત મહાનગરપાલિકા પણ સુમન આઈ હેઠળ મ્યુનિ.ની વિવિધ મિલ્કતો પર ૩૦૦૦થી વધુ કેમેરા મુકવા માટે આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિ. તંત્ર આ કેમેરા મુકીને મ્યુનિ.ની ભાવી આઈટીએમએસી સિસ્ટમ હેઠળ જોડવા માટે પણ આયોજન કરવામાં આવશે. આ કેમેરા થકી મ્યનિ.ના વિવિધ પ્રોજેક્ટનું સેન્ટ્રલાઈઝ મોનીટરીંગ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા ટેકનોલોજીનો ઉપોયગ કરીને લોકોની સુવિધામાં વધારો કરવા સાથે મ્યુનિ. તંત્ર વિવિધ પ્રોજેકટ પર નજર રાખી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિ.ના ડ્રાફ્ટ બજેટમાં સુમન આઈ પ્રોજેકટ હેઠળમ્યુનિ.ની વિવિધ મિલ્કતો પર ૩૦૦૦ જેટલા સીસી કેમેરા મુકવા માટે જોગવાઈ કરવામાં આવી છે.
મ્યુનિ.ના ગાર્ડન, અને સ્કુલ સહિતના વિવિધ પ્રોજેક્ટ અને ન્યુસન્સ પોઈન્ટ પર ૩૦૦૦ જેટલા કેમેરા મુકવામાં આવશે. આ સીસી કેમેરા ઈન્સ્ટોલ કરીને સેન્ટ્રલાઈઝ મોનીટરીંગ કરવામાં આવશે. સુરત પાલિકાની વિવિધ સેવાઓ અને સીસી ટીવીનું સ્માર્ટ સીટી સેન્ટર તથા ભવિષ્માં આયોજન કરવામા આવશે તેવા ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક એન્ડ મોબીલીટીએડમીનીસ્ટ્રેટીવ સેન્ટર ખાતે સેન્ટ્રલાઈઝ મોનીટરીંગ કરવામાં આવશે.
આ ઉપરાંત મ્યુનિ. તંત્ર ઈન્ટેલીજન્ટ પા૪કિંગ સિસ્ટમ પણ અપનાવવા જઈ રહી છે. શહેરના વિવિધ પાર્કિંગ પ્લોટના ઉપયોગ અને તેમાં ક્યા પાર્કિંગ સ્લોટ ઉપલબ્ધ છે તે અંગે લોકોને જાણકારી મળી રહે તે માટે ઈન્ટલીજન્ટ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમનું અમલીકરણ કરવામાં આવશે.