Get The App

સુરત : વર્ષ 2022-23ના બજેટમાં 15 હજારથી વધુ આવસો બનાવવા માટેની જોગવા‌ઇ

Updated: Jan 3rd, 2023

GS TEAM

Google News
Google News
સુરત : વર્ષ 2022-23ના બજેટમાં 15 હજારથી વધુ આવસો બનાવવા માટેની જોગવા‌ઇ 1 - image


- અડાજણ ફાયર સ્ટેશન પાછળ પાલિકાની જગ્યામાં ૪૦૮ જેટલા આવાસ બનાવાનું આયોજન  

- સુરતમાં આવેલી કોટક બેંકની ૨૦ જેટલી બ્રાંચોમાંથી આવાસનું ફોર્મ મળશે

સુરત,તા.3 જાન્યુઆરી 2023,મંગળવાર

સુરત પાલિકા દ્વારા દરેક  વ્યક્તિને ઘર આપવાના નિર્ણય બાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં વિવિધ સ્કીમ હેઠળ આવાસ બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં પાલિકાના રાંદેર ઝોનમાં આવેલા અડાજણ ફાયર સ્ટેશન પાછળ પાલિકાની જગ્યામાં ૪૦૮ જેટલા આવાસ બનાવાનું આયોજન કરવામાં આવ્યું છ. આ આવાસ મેળવવા માટે સુરતમાં આવેલી કોટક બેંકની ૨૦ જેટલી બ્રાંચોમાંથી આવાસ માટેના ફોર્મ મળવાનું આજથી શરુ થશે 

સુરત પાલિકાના વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ૧૫ હજારથી વધુ આવસો બનાવવા માટેની જોગવા‌ઇ કરવામાં આવી છે. ઘર વીહોણા લોકો માટે ઘર આપવાની વિવિધ યોજનામાં અત્યાર સુધીમાં હજારો લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. ચૂંટણી પહેલાં લિંબાયતમાં વડા પ્રધાનની સભા થઈ હતી તેમાં ત્રણ હજારથી વધુ લોકોને આવાસની ચાવી આપવામાં આવી હતી. 

ત્યાર બાદ હવે પાલિકા અન્ય વિસ્તારમાં પણ આવાસ બનાવવા માટે આયોજન કરી રહી છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ફાયર સ્ટેશન નજીક અને ઈન્કમટેક્ષ ઓફિસની પાછળ આવેલી સુરત પાલિકાની જગ્યા પર વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત 408 આવાસ બનાવવા માટે આયોજન કરવામા આવ્યું છે. હાલમાં આ આવાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે હવે આવાસની ફાળવણી માટે લોકો પાસે અરજી મંગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અડાજણ ફાયર સ્ટેશન નજીકની જગ્યામાં 408 આવાસ બને તેની ફાળવણી માટે ડ્રો કરતા પહેલાં પાલિકા દ્વારા આજથી ફોર્મ વિતરણ કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી કોટક બેંકની ૨૦ જેટલી બ્રાંચો માંથી આવાસનું ફોર્મ પ્રાપ્ત કરી શકાશે. ૨૦ હજારનો ડીમાન્ડ ડ્રાફટ સહીતના જરૂરી પુરાવા સાથેનું ફોર્મ અરજદારે ૩૧મી જાન્યુઆરી સુધી જમા કરાવવાનું રહશે

પાલિકા દ્વારા ફોર્મ વિતરણ કામગીરી બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને માન્ય થયેલા ફોર્મ માંથી ડ્રો કરીને આવાસની ફાળવણી કરવામાં આવશે.

Tags :