'મિસ્ટી પ્રોજેક્ટ' અંતર્ગત સુરતના દરિયાકિનારાના સંરક્ષણ અને સંવર્ધન માટે 100 હેક્ટરમાં મેન્ગ્રુવ વનસ્પતિ ઉગાડવામાં આવશે
સુરત,તા.3 જુન 2023,શનિવાર
ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવ્યો છે અને આ દરિયા કિનારાની સુરક્ષા માટે અને જમીનનું ધોવાણ ન થાય તે માટે સરકાર દ્વારા મેંગ્રુવ વનસ્પતિ ઉગાડવામાં આવશે.પાંચમી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ ના રોજ 'મિસ્ટી' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરશે . અને આ પ્રોજેક્ટ અંતર્ગત કાંઠા વિસ્તારમાં મેંગ્રુવ વનસ્પતિ ઉગાડવામાં આવશે, સુરતમાં દાંડી, કડિયાબેટ, ડભારી અને ઝીણીના બે હેક્ટરમાં મેંગ્રુવ વાવણી કરાશે. અંદાજિત 100 હેક્ટરમાં મેંગ્રુવની વાવણી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
'મિસ્ટી' નામ સાંભળીને તમને લાગશે કે આ કોઈએ મીઠાઈનું નામ છે પરંતુ આ મિસ્ટી ભારતના કાંઠા વિસ્તારને હાઈ ટાઈટ સુનામી જેવી પ્રાકૃતિક આપદાઓથી સુરક્ષિત કરશે. પાંચમી જૂનના રોજથી દેશના 11 રાજ્ય તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવનાર પાંચ વર્ષમાં મેંગ્રુવના વાવેતર ને પ્રધાનતા આપવામાં આવશે. દરિયાકાંઠા વિસ્તાર વાળા રાજ્યો માટે ‘મિસ્ટી' પ્રોજેક્ટ અંતર્ગત મેંગ્રુવની વાવણી કરવામાં આવશે. 'મિસ્ટી' પ્રોજેક્ટ આવનાર વર્ષોમાં કુદરતી હોનારતો અને સુનામી સામે રક્ષા કવક્ષ બનશે. મિસ્ટી' એટલે ( મેંગ્રુવ ઇન્વેંટીવ ફોર શોરલાઈન હેબિટેટ એન્ડ ટેંગીબ ઈંકમ્સ). દેશના તમામ એવા રાજ્યો કે જે કાંઠા વિસ્તાર સાથે જોડાયેલા છે ત્યાં ક્યારે પણ સુનામી અને પ્રાકૃતિક આપદા મોટું નુકશાન ન કરે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાંચમી જૂન ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેંગ્રુવની વાવણીનો આરંભ કરાવશે..
સુરત વન વિભાગના ડીસીએફ આનંદ કુમારે કહ્યું કે કાંઠા વિસ્તાર કુદરતી હોનારત અને સુનામી જેવી આપદા સામે રક્ષણ આપવા માટે મેંગ્રુવની વાવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મિસ્ટી' અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ ખાતે પાંચમી જૂન ના રોજ વાવણી કરાશે. સુરતના દરિયા કિનારે મેંગરુ તવર પ્રજાતિ મળે છે.આ પ્રોજેક્ટ માટે સુરત વન વિભાગએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે સુરત શહેરના દાંડી કડિયાબેટ, છીણી અને અંતર્ગત આવનારા કાંઠા વિસ્તારમાં બે હેક્ટર વિસ્તારમાં મેંગરુની વાવણી કરવામાં આવશે ત્યારબાદ આવનાર દિવસોમાં હજીરા થી હાસોટ સુધી દરિયા કિનારે 1000 હેક્ટરમાં મેંગ્રુવનુ સામ્રાજ્ય જોવા મળશે. વનસ્પતિની ખાસિયત છે કે આ ખારા અને મીઠા પાણીમાં ઉગે છે એટલે કે જ્યાં પણ દરિયા અને નદી હોય તેના સંગમ સ્થાને આ ઉગતું હોય છે. આસ વનસ્પતિ ના કારણે સુનામી અને અન્ય દરિયાઈ પ્રાકૃતિક આપદા થી સુરક્ષા મળે છે.